નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.) કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે
મંગળવારે મોદી સરકાર પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ને
નબળી પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે,” મોદી સરકારના
શાસનમાં દેશની બધી સંસ્થાઓ સતત નબળી પડી રહી છે અને તેમાં સૌથી અગ્રણી નામ સેબી
છે. શ્રીનેતે આરોપ લગાવ્યો કે, સેબીના નાક નીચે મોટા પાયે કૌભાંડો થયા છે, જેના કારણે
સામાન્ય રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.”
અમેરિકન અલ્ગો (એએલજીઓ) ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે,” આ કંપની ભારતના શેરબજાર અને ડેરિવેટિવ્ઝ
બજારમાં એકસાથે ગેરકાયદેસર રીતે કાર્યરત હતી અને જંગી નફો કમાઈ રહી હતી.” કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે,”3 જુલાઈના રોજ સેબીએ એક વચગાળાનો આદેશ જારી કર્યો હતો, જેમાં જેન
સ્ટ્રીટ અને તેની ચાર સહયોગી કંપનીઓને ભારતમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો હતો અને કંપનીના 4,844 કરોડ રૂપિયા
જપ્ત કરવામાં આવ્યા હતા. આ આદેશ જાન્યુઆરી 2023 થી માર્ચ 2025 વચ્ચેના ફક્ત 18 ટ્રેડિંગ સત્રોની તપાસના આધારે જારી કરવામાં આવ્યો હતો.”
તેમણે દાવો કર્યો હતો કે,” આ જ સમયગાળા
દરમિયાન, જેન સ્ટ્રીટે
લગભગ 44,000 કરોડ રૂપિયાનો
ગેરકાયદેસર નફો કર્યો હતો,
પરંતુ જપ્ત
કરાયેલ રકમ તેનો દસમો ભાગ પણ નથી.” સુપ્રિયા
શ્રીનેતે કહ્યું કે,” રાહુલ ગાંધીએ આ
કૌભાંડ વિશે પહેલાથી જ ચેતવણી આપી હતી, તેમ છતાં કાર્યવાહીમાં વિલંબ થયો.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ