પતિની શંકા અને ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ ફિનાઈલ પીધું, પોલીસમાં ફરિયાદ
પાટણ, 8 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામની 25 વર્ષીય યુવતીએ 1 જુલાઈ 2025ના રોજ સાંજે પાંચ વાગ્યે ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ઉલટીઓ થતા તરત જ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવતીએ ત્રણ મહિ
પતિની શંકા અને ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ ફિનાઈલ પીધું, પોલીસમાં ફરિયાદ


પાટણ, 8 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામની 25 વર્ષીય યુવતીએ 1 જુલાઈ 2025ના રોજ સાંજે પાંચ વાગ્યે ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ઉલટીઓ થતા તરત જ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

યુવતીએ ત્રણ મહિના પહેલાં સરસ્વતી તાલુકાના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ માત્ર પાંચ દિવસ સાસરીમાં રહી હતી, ત્યારબાદ પતિએ તેને પિયર મૂકી દીધા હતા. પતિ સમયાંતરે પિયર જતા રહેતા અને એક વખત અમદાવાદ ફરવા પણ લઈ ગયા હતા.

યુવતીએ આરોપ લગાવ્યો કે પતિએ તેના પર અન્ય સંબંધોની શંકા કરવાનું શરૂ કર્યું હતું. પતિ વારંવાર તેને ફોન પર સારી રીતે વાત ન કરવાનું કહીને ત્રાસ આપતા, ફોન છીનવી લીધો અને શારીરિક-માનસિક ત્રાસ આપતા. પતિના અન્ય સગાઓ પણ તેને હેરાન કરતા હતા. આ બધાથી કંટાળીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેણે પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande