ખોડિયાણા ગામમાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી : વાલીઓએ સ્કૂલે તાળું મારી દીધું
અમરેલી 8 જુલાઈ (હિ.સ.) સાવરકુંડલાના ખોડિયાણા ગામમાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી : વાલીઓએ સ્કૂલે તાળું મારી દીધું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામમાં સરકારના ભણશે ગુજરાતના દાવાને વાળવે તેવી ઘટના સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં છેલ
ખોડિયાણા ગામમાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી : વાલીઓએ સ્કૂલે તાળું મારી દીધું


અમરેલી 8 જુલાઈ (હિ.સ.)

સાવરકુંડલાના ખોડિયાણા ગામમાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી : વાલીઓએ સ્કૂલે તાળું મારી દીધું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામમાં સરકારના ભણશે ગુજરાતના દાવાને વાળવે તેવી ઘટના સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણાં સમયથી માત્ર એક જ શિક્ષક શાળાનું સંચાલન સંભાળી રહ્યો છે. ધોરણ 1 થી 8 સુધીના અંદાજે 125 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એકજ શિક્ષક હોવાના કારણે શિક્ષણની ગુણવત્તા બરાબર અસર પામી રહી છે. આ અંગે ગામના વાલીઓ અને ગ્રામજનો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, છતાં શિક્ષક ની નિમણૂક કરવામાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

શાળાની હાલત પરથી ઉકળાતા વાલીઓએ છેલ્લે શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી પ્રાથમિક શાળાને તાળું મારી દીધું. શાળામાં મુલાકાતે આવેલા CRC સંકલનકાર સામે વાલીઓએ વિધાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને શિક્ષકની નિમણૂક થાય ત્યાં સુધી શાળાનું તાળું ના ખૂલે એવો સ્પષ્ટ વલણ દાખવ્યું. CRC સંકલનકાર દ્વારા માત્ર મૌખિક આશ્વાસન આપી આગળ રજૂઆત કરવાની વાત કહી છોડાયું.

શિક્ષણનું હકથી વંચિત રહી રહેલા આ નાનાં વિધાર્થીઓ માટે વાલીઓનો આકરો રોષ સમજવો યોગ્ય છે. જો સરકાર અને શિક્ષણ વિભાગ સમયસર પગલાં નહીં લે, તો આવા કિસ્સા અન્ય ગામોમાં પણ ફાટી નીકળે એ નિશ્ચિત છે. ગામલોકો હવે સરકાર પાસેથી તાકીદે ધોરણ 1 થી 8 માટે પૂરતા સંખ્યા અને લાયકાત ધરાવતાં શિક્ષકોની નિમણૂક કરવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande