પાટણમાં બેદરકારીથી ચાલતા ડમ્પરે લીધો એકનો જીવ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) પાટણ શહેરના એમઆરકે ફેક્ટરી નજીક એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને ડમ્પરે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અનિલભાઈ ભુપતભાઈ ચંદુલાલ (ઉમર 62) અને રાજેશકુમાર ચંપકલાલ બારોટ એક્ટિવા (GJ 24 AL 0252) પર જઈ રહ્યા હતા ત્યારે એક
પાટણમાં બેદરકારીથી ચાલતા ડમ્પરે લીધો એકનો જીવ


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) પાટણ શહેરના એમઆરકે ફેક્ટરી નજીક એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને ડમ્પરે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અનિલભાઈ ભુપતભાઈ ચંદુલાલ (ઉમર 62) અને રાજેશકુમાર ચંપકલાલ બારોટ એક્ટિવા (GJ 24 AL 0252) પર જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ડમ્પર ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવીને એમની એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં અનિલભાઈને જમણા પગમાં ઈજાઓ થઈ હતી, જ્યારે રાજેશભાઈને જમણી આંખના ભમ્મર નજીક ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રાજેશભાઈનું દુઃખદ અવસાન થયું હતું.

અપઘાત સર્જી ભાગી ગયેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ અનિલભાઈએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande