પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામે અસ્માત નદીમા પડી જતા એક વૃધ્ધનુ મોત થયુ હતુ મહિયારી ગામે રહેતા નાગાજણભાઈ માલદેભાઈ ખુંટી નામના નદી કિનારે કુદરતી હાજતે ગયા હતા તે દરમ્યાન અકસ્માતે નદી પડી જતા તેમનુ ડુબી જવાથી મોત થયુ હતુ આ બનાવની જાણ થતા ગ્રામજનો તુરત દોડી ગયા હતા અને વૃધ્ધના મૃતદેહની બહાર કાઢયો હતો આ બનાવને લઇ ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya