પાંચ ગામના ખેડૂતોએ પી.જી.વી.સી.એલ કચેરીનો કર્યો ઘેરાવ.
પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરમા વેરા વધારાને લઇ શહેરીજનોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યાં હવે કોસ્ટલ વિસ્તારના વીજ પ્રશ્નને લઇ ખેડુતોમાં પણ ભારે રોષ ભભુકી ઉઠયો છે.પોરબંદર-દ્રારકા રોડ પર આવેલા વિસાવાડા,હાથિયાણી, પાલખડા, મિયાણી,ટુકડા અને ભાવ
પાંચ ગામના ખેડૂતોએ પી.જી.વી.સી.એલ કચેરીનો કર્યો ઘેરાવ.


પાંચ ગામના ખેડૂતોએ પી.જી.વી.સી.એલ કચેરીનો કર્યો ઘેરાવ.


પાંચ ગામના ખેડૂતોએ પી.જી.વી.સી.એલ કચેરીનો કર્યો ઘેરાવ.


પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરમા વેરા વધારાને લઇ શહેરીજનોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યાં હવે કોસ્ટલ વિસ્તારના વીજ પ્રશ્નને લઇ ખેડુતોમાં પણ ભારે રોષ ભભુકી ઉઠયો

છે.પોરબંદર-દ્રારકા રોડ પર આવેલા વિસાવાડા,હાથિયાણી, પાલખડા, મિયાણી,ટુકડા અને ભાવપરા સહિતના ગામો વર્ષો સુધી પીજીવીસીએલના કોસ્ટલ ડિવીઝન સાથે જોડાયેલા હતા પરંતુ હવે બગવદર ડિવીઝનમાં આ ગામોનો સમાવેશ કરતા આ પાંચથી છ ગામોના સાત હજાર કેટલા ખેડુતોની મુશ્કેલી વધી છે. આ પાંચ ગામોને કોસ્ટલ ડિવીઝનમા રાખવાની આ અગાઉ રાજકીય આગેવાનોને સાથે રાખી રજુઆત કરવામા આવી હતી તેમ છતા હજુ ડિવીઝન બદલાવામા નહિં આવતા આજે ફરી મોટી સંખ્યામા ખેડુતો પીજીવીસીએલની કચેરી ખાતે પહોંચ્યા હતા અધિકારીઓને રજુઆત કરી હતી ખેડુતો એવુ જણાવ્યુ હતુ કે આ ગામો કોસ્ટલ એરીયાના છે અને પોરબંદર સાથે વ્યવહાર છે કોઈ કામ આવે તો પણ વીજ પ્રને લઇ સરળતા પૂર્વક રજુઆત કરી શકે પરંતુ હવે બગવદર ડિવીઝનમા જોડી દેતા ત્રણ માઇલ આવી અને ફરી બગવદર જવુ પડે છે. ભૌગોલીક દ્રષ્ટીએ પોરબંદર સરળતા રહે જયારે બગવદર દુર પડી જાઈ આથી સાત હજાર જેટલા ખેડુતોને મુશ્કેલી પડી રહી છે ખેડુત આગેવાન હિતેષભાઇ મોઢવાડીયાએ આક્રોશ સાથે એવુ જણાવ્યુ હતુ કે રાજકીય આગેવાનો સાથે રાખી અગાઉ રજુઆત કરી હતી તેમ છતા ખેડુતોના પ્રશ્નોનુ નિરકારણ થયુ નથી તો રાજકીય આગેવાનોએ મત માંગતા પહેલા શરમ અનુભવી જોઇએ હવે પોરબંદર જીલ્લામા પ્રજાના કામ કરતા રાજકીય આગેવાનની જરૂર હોવાનુ પણ જણાવ્યુ હતુ પાંચ ગામોના ખેડુતોનો ડિવીઝન પ્રશ્ન નહિં ઉકેલાયતો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande