HNGU કારોબારી બેઠક: કોડ ચાર્જનો નિર્ણય, 6 કર્મચારીઓ કાયમી
પાટણ, 8 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 15 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ,
HNGU કારોબારી બેઠક: કોડ ચાર્જનો નિર્ણય, 6 કર્મચારીઓ કાયમી


પાટણ, 8 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 15 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ, કારોબારી સભ્યો એમ.કે. પટેલ, ડો. એસ.એ. ભટ્ટ, ડો. કોકિલાબેન પરમાર, ડો. કે.કે. પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી કોલેજો પાસેથી ₹5,000નો કોડ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે જ, લાઇબ્રેરીયન રજનીભાઈ પટેલનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં તેમને કાયમી નિમણૂક આપવામાં આવી. ફિક્સ પગાર પર કાર્યરત પાંચ ક્લાર્કોને પણ કાયમી કરવામાં આવ્યા.

યુનિવર્સિટીની ERP સિસ્ટમ સંચાલિત કરતી એજન્સી વિરુદ્ધ કાર્યક્ષમતા સંબંધિત રજૂઆતો મળતાં, કુલપતિ દ્વારા કરાવવામાં આવેલી તપાસનો રિપોર્ટ કારોબારી સમિતિમાં રજૂ થયો. રિપોર્ટમાં ઉલ્લેખિત સૂચનો અંગે એજન્સીને અવગત કરાશે.

બેઠક દરમિયાન કારોબારી સમિતિના સભ્ય રાણા ગજેન્દ્રસિંહની માતૃશ્રીના તાજેતરમાં થયેલા અવસાન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. સાથે જ બે નવા દાતાઓ દ્વારા આપવામાં આવનારા ગોલ્ડ મેડલનો સ્વીકાર કરવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande