રાયપુર, નવી દિલ્હી, ૦8 જુલાઈ (હિ.સ.)
છત્તીસગઢના દુર્ગમાં સ્થિત હેમચંદ યાદવ યુનિવર્સિટીની, સત્તાવાર વેબસાઇટ, સોમવારે
મોડી રાત્રે હેક કરવામાં આવી હતી. હેકર્સે વેબસાઇટ પર અપશબ્દો અને ધમકીઓ લખી છે.
વેબસાઇટ હેક થવાની માહિતી મળ્યા બાદ, સર્વર ડાઉન કરવામાં આવ્યું છે અને ડેવલપર્સની મદદથી સુધારો
કરવામાં આવી રહ્યો છે. દુર્ગ યુનિવર્સિટીના વહીવટીતંત્રે સાયબર સેલ અને રાષ્ટ્રીય
સાયબર એજન્સીઓને જાણ કરી છે.
યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, “એવી શંકા છે કે,
પાકિસ્તાની હેકર્સે, હેમચંદ યાદવ યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી છે અને પાકિસ્તાન
સંબંધિત પોસ્ટરો લગાવ્યા છે. હોમ પેજ પર અપશબ્દો અને ધમકીઓ લખવામાં આવી છે.
સંદેશમાં ભારત-પાકિસ્તાન સરહદ પર હુમલાનો ઉલ્લેખ છે. પાકિસ્તાનના હેકિંગ જૂથ એચઓએએક્સ 1137 એ હેકિંગની
જવાબદારી લીધી છે.
વેબસાઇટના ડેટા સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવી છે કે
નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ માટે વેબસાઇટ ડાઉન કરવામાં આવી છે અને વેબ
ડેવલપર્સની મદદથી સુધારાનું કાર્ય ચાલુ છે.”
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ