જૂનાગઢ 8 જુલાઈ (હિ.સ.)
ગુજરાતના જુનાગઢ જિલ્લાના મોંઘવારી અને મહેનતના ભૂમિપુત્રોએ કૃષિ ક્ષેત્રે ફરી એકવાર દેશભરમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. જુનાગઢના મંડવી નજીક આવેલા નાના ગામ ભાલછેલના બે પ્રગતિશીલ ખેડૂત શમ્સુદ્દીન જારિયા અને તેમના પુત્ર સુમિત જારિયા એ કેરીના ક્ષેત્રમાં એવો અમૂલ્ય સંશોધન કર્યો છે કે જે સાંભળીને પણ ઘણાને અચરજ થાય. ક્યારેય ભાવે નહીં એવાં વૈજ્ઞાનિક પ્રયાસોથી આજે ‘સિંધુ 118 ’ નામની નવી કેરીની જાત લોકોના મોઢે મોઢે છે. આ જાત એવી છે કે જેમાં ગુઠલી જ નથી! ગુઠલી વગરની કેરી – સિંધુ 117
સુમિત જારીયા એ જણાવ્યું કે પોતાની ઉંમર.32 વર્ષ છે અને ભાલછેર ગામ તાલાલા ની બાજુમાં આવેલ છે અહીં વસવાટ કરે છે. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ આફ્રિકામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં નોકરી કર્યા બાદ માદરે વતન આવ્યા હતા અને પોતાના પિતા સાથે મેંગો ફાર્મિંગ ની શરૂઆત કરી હતી.
કેરી એટલે ફળોની રાણી. અને જેમાં ગુઠલી ન હોય તે તો એક ચમત્કાર જ કહેવાય. ભાલછેલના ખેડૂતોએ વૈજ્ઞાનિકોની સાથે મળીને વર્ષ 1992થી શરૂ થયેલા સંશોધનના ફળ સ્વરૂપે એક ક્રાંતિ લાવી છે. 'સિંધુ 117 નામની આ નવી જાતમાં કેરીની અંદર ગુઠલી નહિ હોય તેવો કેસ જોવા મળે છે. એટલે કે લોકો કેરી ખાતા ગુઠલી નાં ગણે અને સીધી કેરીનો આસ્વાદ લે.
સિંધુ 117 ની વિશેષતાઓમાં તેનું કદ પણ શામેલ છે. સામાન્ય કેસર કેરી જ્યાં 400 થી 600 ગ્રામની હોય છે, ત્યાં સિંધુ 118 નું વજન માત્ર 225 થી 275 ગ્રામ હોય છે. આ જાતનું વિલક્ષણ લક્ષણ એ છે કે એમાં પરાગનયનની અસરમાં ક્યારેક થોડું ગુઠલું દેખાય પણ છે પણ એ માત્ર 4-5 કેરીઓ સુધી મર્યાદિત રહે છે. શાકભાજી જેવી સરળ માવજતમાં જ આ કેરીને ઉછેરવી શક્ય છે. જોકે, એક સમસ્યા છે કે આ જાત દરેક વર્ષે પૂરતું ઉત્પાદન નથી આપતી. એક વર્ષે સારું ઉત્પાદન થાય તો બીજા વર્ષે થોડી ઉણપ આવી શકે છે. તેથી ખેડૂતો આ જાતને વ્યાપારી ઉપયોગ કરતા વધુ શોખ અને વૈવિધ્ય માટે ઉછેરે છે.
ખેડૂતોએ બીજું આશ્ચર્યજનક કાર્ય પણ કર્યું છે. એક જ ઝાડ પર 32 જેટલી જુદી જુદી જાતોની કેરી વિકસાવી છે. સામાન્ય રીતે એક ઝાડમાંથી એકજ જાતનું ફળ મળે છે, પણ અહીં તો હાફૂસ, લંગડો, દૂધ પેંડો, શ્રાવણીયો જેવી અનેક લોકપ્રિય જાતો એજ ઝાડમાં ઉગતી જોવા મળે છે. શમ્સુદ્દીન જારિયાના ફાર્મ 'અનીલ ફાર્મ' પર આવા અનેક ઝાડ જોવા મળે છે, જે લોકોને અચંબેમાં મૂકે છે.
ઝાડની દરેક ડાળી અલગ પ્રકારના પાંદડાથી ઓળખાય છે, અને દરેક ડાળીમાં અલગ પ્રકારની કેરી આવે છે. આટલું જ નહિ, પણ અહીં ઓસ્ટ્રેલિયા અને ઇઝરાઈલ જેવી દેશોની કેરી જાતો પણ વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતમાં થતી જાતોને પણ અહીંનાં પરિસ્થિતિમાં ઊગાડીને સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે.
અનીલ ફાર્મમાં 600 જેટલાં ઝાડોમાં દેશી જાતોનું પણ સંવર્ધન થાય છે. ટૂંક સમયમાં રંગબેરંગી કેરીઓના વૃક્ષો પણ જોવા મળશે, જે સામાન્ય લોકો માટે તો એક આકર્ષણ બની રહેશે અને વૈજ્ઞાનિક સંશોધન માટે એક જીવંત પ્રયોગશાળા બની જશે.
જારિયા પરિવાર માત્ર હાઇબ્રિડ અને વૈવિધ્યસભર પ્રયોગોમાં જ મશગૂલ નથી, તેઓ સાથે સાથે પરંપરાગત અને પ્રાકૃતિક ખેતીની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. કોઈ પણ પ્રકારના રસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના તેઓ પોતાના આંબાના બગીચામાં ગૌમૂત્ર, ગાયના છાણ અને જીવામૃત જેવી વિધિઓથી કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે.
જંતુ નિયંત્રણ માટે ખાસ બનાવેલી જીવોમૈત્રીક પદ્ધતિઓ અપનાવાઇ છે, જેમાં જીવજંતુઓ કે રોગોથી ઝાડોને સુરક્ષિત રાખવામાં આવે છે. આ રીતે તેઓ કુદરત અને ખેતી વચ્ચેનું સંતુલન જાળવીને મહત્ત્વપૂર્ણ ઉદાહરણ આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek