પાટણ, 8 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા મેડિકલ ફેકલ્ટી માટે નવા ડીન અને બે એસોસિયેટ ડીનની નિમણૂક કરવામાં આવી છે. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓના આધારે આ નિમણૂકોને અમલમાં મૂક્યા છે.
જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, વડનગરના ડીન ડૉ. મનીષ આર. રામાવતને મેડિકલ ફેકલ્ટીના નવા ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે એસોસિયેટ ડીન તરીકે ભાંડુ નર્સિંગ કોલેજના આચાર્ય ડૉ. ડાહ્યાલાલ ડી. પાટીદાર અને મહેસાણા હોમિયોપેથીક મેડિકલ કોલેજના ડૉ. યશવંત પી. પટેલની પસંદગી કરવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરાયેલા ડીન અને એસોસિયેટ ડીનનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. તેમ છતાં, તેઓની ઉંમર 62 વર્ષ પૂર્ણ થતાં પદ પરથી નિવૃત્તિ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર