પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં ચોરીના નાના મોટા બનાવ બની રહ્યા છે. સામાન્ય રીતે રોકડ રકમ અને સોના-ચાંદીના ચોરીના બનાવો બને છે. ત્યારે કુતિયાણા શહેરમા જીરૂની ચોરીનો બનાવ સામે આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે કુતિયાણાની સાંઢીયા શેરીમા રહેતા અને જેટકો કંપનીમા નોકરી કરતા રમેશભાઈ ખીમાભાઈ બાપોદરા નામના યુવાનના મકાનોમાંથી તસ્કરો ઘરમાં રાખેલા જીરૂના 98 કટ્ટા પૈકી 5 કટ્ટા જીરૂના કિંમત રૂ. 42000ના કિંમતના ચોરી કરી ગયા હતા આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya