સાવરકુંડલા અને મહુવા તાલુકાની મહિલાની SOS હોસ્પિટલમાં સફળ સર્જરી: સેવા અને ટેક્નોલોજીનો સમન્વય
ભાવનગર , 8 જુલાઈ (હિ.સ.) સાવરકુંડલા અને મહુવા તાલુકાની મહિલાની SOS હોસ્પિટલમાં સફળ સર્જરી: સેવા અને ટેક્નોલોજીનો સમન્વય ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આસરાણા ગામની SOS હોસ્પિટલમાં અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની મહિલાની તબ
સાવરકુંડલા અને મહુવા તાલુકાની મહિલાની SOS હોસ્પિટલમાં સફળ સર્જરી: સેવા અને ટેક્નોલોજીનો સમન્વય


ભાવનગર , 8 જુલાઈ (હિ.સ.)

સાવરકુંડલા અને મહુવા તાલુકાની મહિલાની SOS હોસ્પિટલમાં સફળ સર્જરી: સેવા અને ટેક્નોલોજીનો સમન્વય

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આસરાણા ગામની SOS હોસ્પિટલમાં અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની મહિલાની તબીબી સારવારમાં એક મહત્વપૂર્ણ સફળતા નોંધાઈ છે. SOS હોસ્પિટલ, જે તેના આધુનિક તબીબી સુવિધાઓ અને સેવાભાવના માટે જાણીતી છે, ત્યાં હાલમાં બે દર્દીનારાયણની સફળ સર્જરી કરવામાં આવી છે.

સાવરકુંડલા તાલુકાની મહિલાને લાંબા સમયથી પેટમાં ગાંઠ અને ગર્ભાશય સંબંધિત તકલીફો હતી. શરીરની સ્થિતિ ખૂબ જ કોમ્પ્લિકેટેડ હોવાથી સ્થાનિક તબીબોએ તેને અન્ય મોટા શહેરોની ખાસ હોસ્પિટલમાં સારવાર માટે જવાની સલાહ આપી હતી. પરંતુ પરિવારજનો દ્વારા SOS હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાંના ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ બાદ યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Sos હૉસ્પિટલના ચેરમેન ભાવેશભાઈ ખડેપગેના માર્ગદર્શન હેઠળ ડૉ. મુકેશ ભૂત અને CEO ડૉ.પી.વી. વાઘમશીએ સંકલિત રીતે સફળ ઓપરેશન કર્યું. 3 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં તબીબો અને સ્ટાફની મહેનત અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાઈ હતી. દર્દીની તબીયત હાલ સ્થિર છે અને તેણે તંદુરસ્ત જીવનશૈલી તરફ પહેલ કરી છે.

SOS હોસ્પિટલ માત્ર તબીબી સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર્દીને ભગવાન સમાન માનીને સેવા કરવાની ભાવનાથી કાર્યરત છે. હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર, અનુભવશીલ તબીબો, અને પ્રતિબદ્ધ નર્સિંગ સ્ટાફની ટીમ છે, જે દર્દીના સ્વાસ્થ્યને સૌપ્રથમ સ્થાને મૂકે છે. દર્દીનારાયણની સફળ સર્જરી એ સાબિત કરે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે સર્વોત્તમ તબીબી સારવાર ઉપલબ્ધ થઈ રહી છે.

આ ઘટના એ વાતની સાક્ષી છે કે જો સેવા અને ટેક્નોલોજીનો યોગ્ય સમન્વય થાય, તો કોઈપણ મુશ્કેલ સ્થિતિને સફળતાપૂર્વક પાર કરી શકાય છે. SOS હોસ્પિટલનો આ અભિગમ અન્ય હોસ્પિટલો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

CEO ડો.પી.વી.વાઘમશી જણાવ્યું કે આ sos હોસ્પિટલમાં દર્દી ને ભગવાન માની અને સેવા કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દી અને પરિવાર સાથે પરિવાર ના સભ્ય માની સેવા કરવામાં આવે છે. હોસ્પિટલમાં તમામ સરકારશ્રી ની PMJAY યોજના નો લાભ હાલ અનેક દર્દી મેળવી રહ્યા છે.હોસ્પિટલમાં ફક્ત સેવા કરવામાં આવે છે.અને અનેક દર્દીઓ અહીં રડતા આવતા અને હસતા જતા હોસ્પિટલ ખીલી ઉઠે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande