અંબિકાપુર,નવી દિલ્હી,૦8 જુલાઈ (હિ.સ.) સુરગુજા જિલ્લાના મૈનપાટમાં ભારતીય જનતા
પાર્ટીના ત્રણ દિવસીય, તાલીમ શિબિરના બીજા દિવસે, કેન્દ્રીય મંત્રી
શિવરાજ સિંહ ચૌહાણ મંગળવારે, શિબિરમાં જોડાયા. આ પછી, કેન્દ્રીય મંત્રી
શિવરાજ સિંહ ચૌહાણ ઉલ્ટાપાની પહોંચ્યા, જ્યાં તેમણે કાગળની હોડી બનાવી અને નીચેથી ઉપર
સુધી વહેતું પાણી જોઈને તેને પાણીમાં તરતી મૂકી.
કેન્દ્રીય મંત્રીએ ઉલ્ટાપાનીમાં, સિંદૂરનો છોડ પણ વાવ્યો. આ
દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો હાજર રહ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે,” ભારતીય જનતા પાર્ટી
એકમાત્ર એવી પાર્ટી છે જે, તેના કાર્યકરોને વૈચારિક અને વ્યવહારિક તાલીમ આપે છે.
આપણા સાંસદો અને ધારાસભ્યોને સમગ્ર દેશમાં તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમમાં
આચરણ, વર્તન, તમારા વિસ્તારમાં
વધુ સારું કામ કેવી રીતે કરવું, સરકારી યોજનાઓના લાભ અને પ્રચાર અંગે તાલીમ
આપવામાં આવી રહી છે. આપણા સાંસદો અને ધારાસભ્યોને આનો લાભ મળશે. જેથી તેઓ વધુ
કાર્યક્ષમતા સાથે આગળ કામ કરી શકે. આ તાલીમ ફક્ત સાંસદો અને ધારાસભ્યો માટે જ નહીં
પરંતુ વિવિધ શ્રેણીઓના કાર્યકરો માટે પણ છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિષ્ણુ પાંડે / ગાયત્રી પ્રસાદ ધીવર /
પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ