નવી દિલ્હી, ૦8 જુલાઈ (હિ.સ.)
દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના નેજા હેઠળ મંગળવારે, પંડિત દીનદયાળ
ઉપાધ્યાય રાષ્ટ્રીય દિવ્યાંગ સંસ્થા (પીડીયુએનઅઈપીપીડી) ખાતે 54 કિલોવોટના સોલાર
પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના
સચિવ રાજેશ અગ્રવાલે, લેગ્રેન્ડ ઇન્ડિયાના સહયોગથી સ્થાપિત પર્યાવરણ-મૈત્રીપૂર્ણ
પહેલનો પ્રારંભ કર્યો. તે પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જા અપનાવવા તરફ એક
મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રસંગે, રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,” આ સૌર ઉર્જા પ્લાન્ટ
પર્યાવરણીય ટકાઉપણું પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તે
ફક્ત સંસ્થાની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરશે નહીં, પરંતુ આર્થિક રીતે પણ ફાયદાકારક
સાબિત થશે. આ સૌર ઉર્જા પ્લાન્ટ ઉર્જા સ્વ-નિર્ભરતા તરફ એક પગલું છે અને સ્વચ્છ
ઉર્જાને પ્રોત્સાહન આપવાના સરકારના મિશન સાથે જોડાયેલું છે, જેના પર્યાવરણીય
અને આર્થિક બંને લાભ થશે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ