બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુંક હુકમ આપવામાં આવ્યા
અમરેલી 9 જુલાઈ (હિ.સ.) : આજે બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુક હુકમ આપવામાં આવ્યા. આવતી કાલથી અમરેલી જિલ્લામાં 69 શિક્ષણ સહાયકો પોતાની શાળામાં હાજર થશે. આજે અમરેલી જિલ્લામાં બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પગલાં લેવા
બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુક હુકમ આપવામાં આવ્યા


અમરેલી 9 જુલાઈ (હિ.સ.) : આજે બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુક હુકમ આપવામાં આવ્યા. આવતી કાલથી અમરેલી જિલ્લામાં 69 શિક્ષણ સહાયકો પોતાની શાળામાં હાજર થશે. આજે અમરેલી જિલ્લામાં બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 69 શિક્ષણ સહાયકોને નિમણુક હુકમ આપવામાં આવ્યા છે. આ નવી નિમણૂકો સાથે જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બનશે. સરકારની આ પહેલથી શાળાઓમાં શિક્ષકની ખૂટક મંઝુરાત ઓછા થશે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળશે.

આ શિક્ષણ સહાયકો આવતી કાલથી પોતાના નિયુક્ત શાળાઓમાં ફરજ પર હાજર થશે. નિમણુક પામેલા શિક્ષણ સહાયકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાની જવાબદારી નિભાવવા માટે આતુર છે. શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય દ્વારા આ સંપૂર્ણ પ્રક્રિયા શિસ્તબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવી છે.

આ પહેલથી એક તરફ શિક્ષક સંખ્યાની ઘટ દુર થશે, તેમજ બીજી તરફ વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને ગુણવત્તાવાળું શિક્ષણ પણ પ્રાપ્ત થશે. શિક્ષણ ક્ષેત્રે આમ નવો ઉમંગ જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યમાં રાજ્યના શિક્ષણ સ્તર માટે પણ લાભદાયી સાબિત થવાની સંભાવના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande