ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.)
કચ્છના જિલ્લા મથક ભુજમાં બુધવારે
સવારે ઇલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બની હતી. પાવરબેંકને આ સ્કૂટરમાં ચાર્જિંગ
માટે મૂક્યા પછી બ્લાસ્ટ થયો હતો અને ધૂમાડાના ગોટે ગોટા છવાયા હતા. આ ઘટનાનો વીડિયો
પણ વાયરલ થયો હતો.
શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં
અહીં પહોંચેલી વ્યક્તિ વાહનમાં પાવરબેંક ચાર્જિંગમાં મૂકીને દાબેલી ખાવા ગયા હતા. આ
દરમિયાન શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણોસર તેમાં ધડાકો થયો હતો અને ધુમાડાના ગોટા ફેલાઇ
ગયા હતા. ધડાકા બાદ આસપાસના દૂકાનધારકો દોડી આવ્યા હતા અને પાણીના છંટકાવથી આગ ઓલવવાનો
પ્રયાસ કર્યો હતો. એક તબક્કે રાહદારીઓમાં અને દૂકાનદારોમાં દોડભાગ મચી હતી. પરંતુ આગ
મોટી ન હોવાથી ખાસ કોઇ નુકસાન થયું નહોતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA