કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બિહાર બંધમાં જોડાવા માટે પટના પહોંચ્યા
પટના, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) બિહારમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા વિરુદ્ધ, આજે મહાગઠબંધન દ્વારા બોલાવવામાં આવેલા બંધની અસર પટના સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સવારથી જ જોવા મળી રહી છે. મહાગઠબંધનના આ બંધને વધુ અસરકારક બન
બંધ


પટના, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.)

બિહારમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા વિરુદ્ધ, આજે મહાગઠબંધન દ્વારા બોલાવવામાં

આવેલા બંધની અસર પટના સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સવારથી જ જોવા મળી રહી છે.

મહાગઠબંધનના આ બંધને વધુ અસરકારક બનાવવા માટે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીથી પટના પહોંચ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ પટના એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. તેઓ થોડા સમય

પછી બંધમાં જોડાશે. રાહુલ તેજસ્વી યાદવ સાથે, ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળા કૂચ

કરશે.

મહાગઠબંધને ખાસ સઘન મતદાર યાદી સુધારણા વિરુદ્ધ, બિહાર

બંધનું આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધી આ આંદોલનનું નેતૃત્વ કરશે. છેલ્લા 5 મહિનામાં રાહુલ

ગાંધીની બિહારની આ સાતમી મુલાકાત છે. રાહુલ ગાંધી સ્વર્ગસ્થ ગોપાલ ખેમકાના

પરિવારના સભ્યોને પણ મળી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande