મિત્રનું ગળું દબાવી દઈ નીચે ફેંકી દેતા માથામાં ગંભીર ઇજા થતા મોત
સુરત, 9 જુલાઈ (હિ.સ.)- શહેરના ઉમરા ગામ વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે ઉમરા ગામ નહેર પાસે આવેલ કરિયાણાની દુકાન પાસે મસ્તી કરતો હતો. આ દરમિયાન એક મિત્રએ મસ્તીની અદાવત રાખી બીજા મિત્રનું ગળું દબાવી દીધું હતું. એટલું જ નહીં પરંતુ તેને ધક્કો મારી ન
મિત્રનું ગળું દબાવી દઈ નીચે ફેંકી દેતા માથામાં ગંભીર ઇજા થતા મોત


સુરત, 9 જુલાઈ (હિ.સ.)- શહેરના ઉમરા ગામ વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે ઉમરા ગામ નહેર પાસે આવેલ કરિયાણાની દુકાન પાસે મસ્તી કરતો હતો. આ દરમિયાન એક મિત્રએ મસ્તીની અદાવત રાખી બીજા મિત્રનું ગળું દબાવી દીધું હતું. એટલું જ નહીં પરંતુ તેને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે મૃતક યુવકના પિતાએ તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ઉમરા ગામ વિસ્તારમાં નહેર કોલોની પાસે નવો હળપતિ વાસમાં રહેતા સુમનભાઈ છગનભાઈ રાઠોડનો દીકરો રાજેશ ઉર્ફે આંકો રાઠોડ ગત તારીખ 7/7/2025 ના રોજ સાંજે સાત પાંચ વાગ્યાના અરસામાં તેના મિત્ર રવિ વિજયભાઈ વસાવા (રહે. ભાથીજી દાદા ના મંદિરની પાછળ હળપતિ વાસ ઉમરા ગા)મ સાથે મસ્તી કરતો હતો. આ દરમિયાન રવિએ મસ્તી કરવા બાબતે રાજેશ ઉર્ફે આંકોનું ગળું દબાવી દીધું હતું. એટલું જ નહીં પરંતુ બાદમાં રવિએ રાજેશ ને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો હતો. જેના કારણે તેનું માથું નીચે અથડાતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી રાજેશ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ની સાથે જ રાજેશ ના પિતા સુમનભાઈ રાઠોડ ત્યાં પહોંચી ગયા હતા તેઓએ આ મામલે ઉતરાયણ પોલીસ વાટકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande