ડિઝાસ્ટર પ્રિપેડનેસ અંતર્ગત, ગીર સોમનાથ જિલ્લાએ આગોતરૂ આયોજન રજૂ કર્યું
ગીર સોમનાથ, 9 જુલાઈ (હિ.સ.) કુદરતી અને માનવસર્જીત આફતોમાં તત્કાલ મદદ પહોંચવી જરૂરી છે. આગોતરા અને તાત્કાલીક લેવાતા પગલાઓના કારણે માનવજીવન બચાવી શકાય છે અને મોટી ખુવારી નિવારી શકાય છે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કુદરતી આફતો અંગે તૈયારી ચકાસવા ટીમ ફોર
ડિઝાસ્ટર પ્રિપેડનેસ અંતર્ગત


ગીર સોમનાથ, 9 જુલાઈ (હિ.સ.) કુદરતી અને માનવસર્જીત આફતોમાં તત્કાલ મદદ પહોંચવી જરૂરી છે. આગોતરા અને તાત્કાલીક લેવાતા પગલાઓના કારણે માનવજીવન બચાવી શકાય છે અને મોટી ખુવારી નિવારી શકાય છે.

જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કુદરતી આફતો અંગે તૈયારી ચકાસવા ટીમ ફોર ડિઝાસ્ટર પ્રિપેડનેસ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના શીર્ષ અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં હતાં.

આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જો કોઈપણ આફતભરી પરિસ્થિતિ સર્જાય તો કેવા પગલાઓ લઈ શકાય અને મુશ્કેલીને પહોંચી વળવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે એ વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતો રજૂ કરવામાં આવી હતી.

ડિઝાસ્ટર ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત જિલ્લાની વિગતો રજૂ કરતા પ્રાંત અધિકારી વિનોદ જોશીએ ચક્રવાત, પૂર, ભીષણ ગરમી તેમજ વીજળી પડવા જેવી બાબતોને અનુલક્ષી જિલ્લાની તૈયારીઓ અને ભૂતકાળમાં આવેલા 'તૌકતે', 'બીપરજોય' સમયે ગીર સોમનાથની કામગીરીનો ચિતાર આપ્યો હતો.

પ્રાંત અધિકારીએ જિલ્લામાં કાર્યરત સેટેલાઈટ રેડિયો, આપદા મિત્ર, એન.સી.સી, કૉસ્ટગાર્ડ, એન.ડી.આર.એફની સજ્જતા જેવી બાબતો ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ટીમ સામે રજૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ જિલ્લામાં સુનામી, સુનામી સમયે જાનમાલની સલામતિ, ચોમાસાની ઋતુ દરમિયાન વીજળીની આગોતરી જાણકારી, 'આપદા મિત્ર'ને પૂરતી ટ્રેઈનિંગ, 'હેમ રેડિયો અને સેટેલાઈટની સ્થિતિ', સ્કૂલ અને હોસ્પિટલ સેફ્ટી, આપત્તી સમયે એસ.એમ.એસના માધ્યમથી લોકોને જાણકારી જેવી બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિત ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ., ફિશરીઝ, ફોરેસ્ટ સહિતના અલગ-અલગ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande