જામનગરમાં પોલીસની સરાહનીય કામગીરી: થેલેસેમીયા પીડિતો માટે રક્તદાન કેમ્પ યોજ્યો
જામનગર/ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : જામનગર પોલીસ માત્ર ગુનેગારોને જ પકડવાનું કામ નથી કરતી પણ કેટલીક સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહી છે. તેવી જ રીતે જામનગર પોલીસ દ્વારા થેલેસેમીયા સામે લડી રહેલા બાળકો તેમજ ગરીબ બાળકો માટે જીવન રક્ષક પહેલના પગલે રકતદાન શિબ
જામનગર પોલીસ દ્વારા આયોજન


ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


જામનગર/ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : જામનગર પોલીસ માત્ર ગુનેગારોને જ પકડવાનું કામ નથી કરતી પણ કેટલીક સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહી છે. તેવી જ રીતે જામનગર પોલીસ દ્વારા થેલેસેમીયા સામે લડી રહેલા બાળકો તેમજ ગરીબ બાળકો માટે જીવન રક્ષક પહેલના પગલે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચકોશી-એ ડીવીઝન પોલીસ દ્વારા આજરોજ તા. ૯-૭-૨૫ના જામનગર ખીજડીયા બાયપાસ રોડ પાસે રક્તદાન કેમ્પ આયોજન આવેલ રોયલ રીસોર્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. આ રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનર ઉમટી પડયા હતા. તબીબોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ તકે રકતદાન શિબિરમાં જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલા, ડીવાયએસપી દેવધા, અન્ય પોલીસ અધિકારીઓ તેમજ પંચકોશી-એ ડીવીઝનના પીઆઇ શેખ તેમજ સ્ટાફ જોડાયો હતો.

જામનગર જી.જી. હોસ્પીટલ અને જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી, જામનગરના સહયોગથી રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યુ છે શિબીરની સાથો સાથ સાયબર ક્રાઇમ જાગૃતી માટે સ્ટોલની વ્યવસ્થા કરી છે તેમજ જામનગર ટ્રાફિક પોલીસનો રોડ શેફટી સ્ટોલ પણ રખાયો હતો. સવારથી શરૂ થયેલા બ્લડ ડોનેશન શિબિરમાં સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande