જુનાગઢ, 9 જુલાઈ (હિ.સ.)જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫- ૨૬ ના આયોજન અને સંચાલનને ધ્યાનમાં રાખતા આ વર્ષે જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા એક અનોખી શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તારીખ ૦૮/૦૭/૨૦૨૫ ના રોજ એક દિવસીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઇરફાનભાઈ ગરાણા દ્વારા શાળાકીય રમતો અંતર્ગત યોજાતી રમતો અને વયજૂથ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો. ડો.હેમંતભાઈ ચાવડા દ્વારા ખેલાડીઓની રમત પસંદગી તથા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન વિષય પર માહિતી આપવામાં આવી. ગિરીશભાઈ પાંચાણી દ્વારા રમત સ્પર્ધા કન્વીનર અને સ્પર્ધા સ્થળ પસંદગી તથા આયોજન વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ડો.હમીરસિંહ વાળા દ્વારા રાજ્યકક્ષા માટે પસંદગી તેમજ પૂર્વ તાલીમ કેમ્પ વિષય પર સૌને માહિતગાર કર્યા.
આ ઉપરાંત શૈલેષભાઈ પરમાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ પર માહિતી આપવામાં આવી હતી અને શ્રી ડો.મનીષકુમાર જીલડીયાએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વિવિધલક્ષી રમત યોજનાઓથી સૌને અવગત કરાવ્યા હતા. આ શિબિરનો હેતુ વધુને વધુ ખેલાડીઓ મુખ્ય રમતની પસંદગી કરી આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે, SGFI તમામ નીતિ નિયમો અનુસાર સ્પર્ધાઓનું આયોજન ખુબ જ સરળ રીતે થાય અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓનું પ્રતિનિધિત્વ વધે તેવા શુભ આશય સાથે શાળાકીય રમતોત્સવના પૂર્વ તૈયારીના ભાગ રૂપે જૂનાગઢ જિલ્લાના તમામ આચાર્યશ્રીઓની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યુંહતું.
આ તકે ડો.એમ.પી.તાળા, પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી, નિલેશભાઈ સોનારા પ્રમુખશ્રી માધ્યમિક શાળા સંઘ, જૂનાગઢ જિલ્લાની શાળાના આચાર્ઓ, વ્યાયામ શિક્ષકશ્રીઓ અને ખેલ સહાયકઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શાળાકીય રમત સ્પર્ધાઓમાં વધુને વધુ બાળકો ભાગ લે તેવી અપીલ કરવામાં આવે છે. તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત વતી જિલ્લા રમત ગમત અધિકારી ડો.મનીષ કુમાર જીલડીયા, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ