લાયન્સ ક્લબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સેંગપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી
ભરૂચ 9 જુલાઈ (હિ.સ.) : લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના સહિયારા પ્રયાસથી સેંગપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી કલ્યાણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ શૈક્ષણિક અને આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સેંગપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી

લાયન્સ ક્લબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સેંગપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી

લાયન્સ ક્લબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સેંગપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી

લાયન્સ ક્લબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સેંગપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી

લાયન્સ ક્લબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સેંગપુર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી

ભરૂચ 9 જુલાઈ (હિ.સ.) : લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના સહિયારા પ્રયાસથી સેંગપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી કલ્યાણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ શૈક્ષણિક અને આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે નોટબુકો, પાણીની બોટલ અને પૌષ્ટિક નાસ્તા તેમજ ફર્સ્ટ એડ બોક્સ આપવામાં આવ્યા હતા.લાયન્સ ક્લબ દ્વારા આયોજિત આ સેવા પ્રવૃત્તિ, સમાજ પ્રત્યેની તેમની માનવતા ભરેલી પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. તેઓ આ કાર્યક્રમ દ્વારા સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સન્માનનીય મહાનુભાવોનું અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. જેમણે તેમનો સમય, પ્રયાસ અને સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા ,લાયન સુનિતા ગજેરા,પ્રોજેક્ટ ચેરમેન લાયન ગુણવંત ગજેરા,લાયન રસીલાબેન ગજેરા,ઝોન ચેરપર્સન લાયન વૈશાલી પટેલ (ZC), ટ્રાઈબલ વેલ્ફેર ડીસી લાયન ભાનુબેન કાછડિયા,સેક્રેટરી લાયન યોગેશ પટેલ, લાયન શિલ્પા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભ્યોના પ્રયાસોથી સમાજના નાનાં બાળકો માટે આ યોજના લાભદાયી અને જવાબદારીપૂર્વકની કામગીરી બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande