ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.) : માંડવી તાલુકાના તલવાણા પાસે કટિંગની રાહ જોવા દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસે અધધ કહી શકાય તેટલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. લોકલક્રાઇમ બ્રાન્ચ દ્વારા તલવાણા ગામ પાસે આવેલી હોટલ પર કટીંગ કરવા ઉભેલ ગેસના ટેન્કરમાં રાખવામાં આવેલ વિદેશી દારુનો જથ્થો કીંમત રુપીયા 1,53,86,500 ઝડપી પાડ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ, લોકલ ક્રાઇમબ્રાન્ચના ઇન્સ્પેક્ટર એચ.આર.જેઠીને બાતમી મળી હતી કે, ત્રગડીનો બુટલેગર યુવરાજસિંહ તેના સાગરીતો સાથે મળીને ભારતીય બનાવટનો વિદેશી દારુ કચ્છ લાવી રહ્યો છે અને માંડવી મુન્દ્રા રોડ પર તલવાણા નજીક આ ટેન્કર ઉભું રખાયું છે.
જથ્થો જપ્ત પણ બુટલેગર ફરાર
બાતમીના આધારે પોલીસે આ ટેન્કરની તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશીદારુનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારુની નાની મોટી બોટલ નંગ 26179 જેની કિંમત રુપીયા 1,53,86,500 તેમજ ગેસનું ટેન્કર જપ્ત કર્યું છે. પોલીસે આ ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી જ્યારે લીસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા નાસી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA