પાટણ, 9 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં 31 કિલોમીટર લાંબા રીંગ રોડના નિર્માણ માટે નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે, જેમાં અંદાજિત ખર્ચ રૂ. 1000 કરોડ રહેશે. નવા પ્લાન મુજબ રીંગ રોડ તબક્કાવાર બનાવાશે અને નેળીયા સહિતના સરકારી રસ્તાઓ પણ સામેલ કરી જમીન સંપાદનનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થશે.
પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ જે. પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રીંગ રોડ પ્રોજેક્ટ અંગે મૌખિક રીતે હરીફી આપી છે. નગરપાલિકાના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહિત કનુભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી અને ભાનુબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન શહેરના રસ્તાઓ પહોળા કરવા સંપાદન વળતર અને ગ્રાન્ટની માંગણી કરી હતી.
સાથે જ નગરપાલિકામાં ઘટી રહેલા કાયમી કર્મચારીઓની ભરતી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં પદાધિકારીઓએ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીની મુલાકાત લઈ, પાટણના બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવાની માંગ પણ રાખી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર