અમરેલી 9 જુલાઈ (હિ.સ.) : સ્ટેટ હાઇવે અમરેલી-કુંકાવાવ અને ચિત્તલ-રાંઢિયા-લુણીધાર માર્ગનું આસ્ફાલ્ટથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી. વરસાદથી અસરગ્રસ્ત બનેલા અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગો પર તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટેટ હાઇવે અમરેલી-કુંકાવાવ તથા ચિત્તલ-રાંઢિયા-લુણીધાર માર્ગ પર વરસાદના કારણે ભારે ખાડાઓ પડી ગયા હતા, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક આસ્ફાલ્ટથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે લોક નિર્માણ વિભાગના અધિકારીઓ માર્ગોની નિયમિત મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી રહ્યાં છે. પેચવર્કનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેથી સ્થાનિક લોકોને મફત અને સલામત મુસાફરી સુનિશ્ચિત થઈ શકે.
વરસાદી મોસમમાં રસ્તાઓ પર ગાબા પડવાથી અકસ્માતની શક્યતાઓ વધતી હોય છે, તેથી સરકાર દ્વારા સમયસર કાર્યવાહી કરીને માર્ગ વ્યવસ્થાની દુરસ્તી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ આ કામગીરીને આવકારી છે અને પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે.
----------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek