રબારી સમાજની દીકરી પર જુનાગઢમાં પોલીસ દ્વારા અશોભનીય વર્તન કરાયેલ તેમની વિરુદ્ધ પગલા ભરવા સિદ્ધપુર રબારી સમાજ દ્વારા પ્રાંતને આવેદન
પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : જુનાગઢ જીલ્લામાં રબારી- માલધારી સમાજની દીકરી સોનલબેન જયારે પોલીસ ને વિનમ્રથી કહે છે કે તમે એક દીકરી સાથે લેડીઝ સાથે વાતો કરો છો ત્યારે વિનમ્રતા પૂર્વક કરો ત્યારે હાજર પોલીસ અધિકારી જે જુનાગઢ એલ સી બી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટ
રબારી સમાજની દીકરી પર જુનાગઢમાં પોલીસ દ્વારા અશોભનીય વર્તન કરાયેલ તે પોલીસ વિરુદ્ધ પગલા ભરવા બાબતે સિદ્ધપુર રબારી સમાજ દ્વારા પ્રાંત ને આવેદન


રબારી સમાજની દીકરી પર જુનાગઢમાં પોલીસ દ્વારા અશોભનીય વર્તન કરાયેલ તે પોલીસ વિરુદ્ધ પગલા ભરવા બાબતે સિદ્ધપુર રબારી સમાજ દ્વારા પ્રાંત ને આવેદન


પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : જુનાગઢ જીલ્લામાં રબારી- માલધારી સમાજની દીકરી સોનલબેન જયારે પોલીસ ને વિનમ્રથી કહે છે કે તમે એક દીકરી સાથે લેડીઝ સાથે વાતો કરો છો ત્યારે વિનમ્રતા પૂર્વક કરો ત્યારે હાજર પોલીસ અધિકારી જે જુનાગઢ એલ સી બી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ એમ કહે છે કે તું તારી ઓકાત માં રહે તારી ઔકાત શું છે? એક પોલીસ અધિકારી દીકરી સાથે આવું વર્તન કરે તે ફરજમાં ઘોર બેદરકારી તુમાખી અને અભિમાન છે તે લોકશાહી વ્યવસ્થામાં ચલાવી લેવાય નહિ ગુજરાત સરકારના મુખ્યખ્યમંત્રી, ગૃહ મંત્રી અને જુનાગઢ જીલ્લા પોલીસ વડાને નમ્ર પણે જણાવ્યુ હતુ કે આ અધિકારી સામે કડક પગલા ભરવામાં આવે, સરસ્પેન્ડ કરવામાં આવે અને દીકરી સાથે અપમાનજનક શબ્દો બદલ ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત સિધ્ધપુર તાલુકા રબારી - માલધારી રબારી સમાજે આવેદન પત્ર આપી માંગ કરી કે જો ટુક સમયમાં યોગ્ય પગલા ભરવામાં નહી આવે તો ગુજરાતના જિલ્લે જિલ્લો થી રબારી માલધારી સમાજ ભેગા થઈને પોલીસના અન્યાય કારી પગલા સામે ન્યાય યાત્રા કાઢશે જેની ગંભીર નોંધ લઈને તાત્કાલિક પગલા ભરવા સિદ્ધપુર તાલુકા સમસ્ત રબારી તેમજ માલધારી સમાજ દ્વારા બુધવારે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande