અમરેલી 9 જુલાઈ (હિ.સ.) : આજ રોજ અમરેલી જિલ્લામાં આત્મા (કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) ગવર્નિંગ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક માનનીય જિલ્લા વિકાસ અધિકારી પી. બી. પંડ્યા સાહેબની અધ્યક્ષ સ્થાને સંભવાઈ હતી. જેમાં જિલ્લાની કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તથા યોજાનાર કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં વિવિધ કૃષિ સંબંધિત વિભાગોના અધિકારીઓ, ATMAના સદસ્યો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ તેમજ ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નવો કાર્યક્રમ અમલમાં મૂકવા, ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી અવગત કરાવવા અને જૈવિક ખેતી તથા ટેકનોલોજી આધારિત ખેતી માટેની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપતાં કહ્યું કે, ખેડૂતો માટે લાભદાયી અને ટકાઉ ખેતી માટે આત્મા યોજના એક ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ છે. તેમણે તમામ અધિકારીઓને ખેડૂત સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે તત્પર રહેવા સૂચન કર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek