રાજકોટ 9 જુલાઈ (હિ.સ.) : આજરોજ કાળીપાટ ગામમાં રાજકોટ તાલુકા ભાજપ ટીમ દ્વારા વય વંદના કાર્યક્રમ અંતર્ગત કાળીપાટ ગામમાં ગ્રામપંચાયત અને ડોર ટુ ડોર જઈ અને 70 વર્ષ થી ઉપરના વડીલો ને આયુષ્માન કાર્ડ કાઢી આપેલ હતા. આજરોજ કાળીપાટ ગામ ખાતે રાજકોટ તાલુકા ભાજપની ટીમ દ્વારા “વય વંદના” કાર્યક્રમ અંતર્ગત સુંદર અને સેવા આધારિત કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ગ્રામપંચાયત અને ભાજપના કાર્યકરો સાથે મળીને ડોર ટુ ડોર જઈને 70 વર્ષથી ઉપરના વડીલ નાગરિકોને તેમની આરોગ્ય સુરક્ષા માટે આવશ્યક એવા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વડીલ નાગરિકોને આરોગ્યસેવાના લાભોથી જોડવાનું છે, જેથી તેમને હૉસ્પિટલ સારવાર માટે કોઈ આર્થિક તકલીફ ન પડે. ગ્રામજનો અને વડીલોએ આ કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી. આયુષ્માન કાર્ડના માધ્યમથી સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની સારવાર મફતમાં મળવી શક્ય બને છે.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના અગ્રણીઓ, યુવાકાર્યકરો અને સ્થાનિક પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવા કાર્યના માધ્યમથી સમાજમાં વડીલ પ્રત્યે સન્માન અને સંવેદનાની ભાવના પ્રગટ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek