મોડાસા, 1 ઓગસ્ટ (હિ.સ.) આર્ટ્સ કોલેજ, શામળાજી મુકામે આજરોજ બી. એ.સેમ.1 ના વિધાર્થીઓ માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબના ઇન્ચાર્જ ડૉ. માલતીબેન પટેલ દ્વારા એક ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થીઓમાં છુપાયેલ જુદાં જુદાં કૌશલ્યોને બહાર લાવવા તેમજ કંઇક નવીન સંશોધનથી ભણવાની સાથે -સાથે આજીવિકા મેળવી શકે તેવા આશયથી સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ કીટ જેવી કે મિકેનીકલ , ઇલેક્ટ્રીક, માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ, વગેરેના ઉપયોગથી નવાં નવાં સંશોધનો કરવા પ્રેરાય તેવી વાત ડો સમીર પટેલે કરી હતી. જે અંગેની વિસ્તૃત માહિતી ડૉ.માલતી પટેલે આપી હતી. જેમાં ઇનોવેશન એટલે શું? તેના ઉદ્દેશો, સ્ટાર્ટ અપ, વિવિધ સરકારની સહાય વગેરે છણાવટ પૂર્વકની રજૂઆત કરી હતી. સદર કાર્યક્રમમાં ડો ઉર્વશી પટેલ અને પ્રો. રુક્સાના નાગોરીએ ઉપસ્થિત રહ્યા હતાં. સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી આ પ્રકારના કાર્યક્રમમા જોડાઈ તેમની ભાવિ કારકિર્દી ઉજ્જવળ બનાવવાનો મૂક સૂર પૂરાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ