પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના હરિશ ટોકિઝ નજીક વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ર્કિતિમંદિર પોલીસે દરોડો પાડયો હતો તે દરમ્યાન દિપક કાનજી વીરગામ નામનો શખ્સ વરલી મટકાના આંકડા પર આંક ફરક પર હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો પોલીસે વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી અને રૂ.1550ની રોકક રકમ કબ્જે કરી હતી. પોલીસે પકડાયેલા શખ્સ સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya