જામનગરમાં યુવાનને માર મારીને સાત હજારની રોકડ ઝુંટવી લીધી
જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના લાલવાડી આવાસ બિલ્ડીંગ-એ, રૂમ નં. ૮૧૧માં રહેતા દરજીકામ કરતા અજય રમેશભાઇ દાઉદ્રા (ઉ.વ.૨૭)ના મિત્ર વિવેકને આરોપીના મિત્ર મનસુખ સાથે અગાઉ ઝઘડો થયો હતો અને ફરીયાદી વિવેક સાથે ફરતા હોય જે બાબતનો ખાર રાખીને ગત તા. ૨૫ના નેશ
હુમલો


જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના લાલવાડી આવાસ બિલ્ડીંગ-એ, રૂમ નં. ૮૧૧માં રહેતા દરજીકામ કરતા અજય રમેશભાઇ દાઉદ્રા (ઉ.વ.૨૭)ના મિત્ર વિવેકને આરોપીના મિત્ર મનસુખ સાથે અગાઉ ઝઘડો થયો હતો અને ફરીયાદી વિવેક સાથે ફરતા હોય જે બાબતનો ખાર રાખીને ગત તા. ૨૫ના નેશનલ સોસાયટી વિસ્તારમાં ફરીયાદીને માસુમ તેનું મોટરસાયકલ લઇને ત્યાથી પ્રશાંત અને સલીમને તારૂ કામ છે તેમ કહીને લઇ ગયો હતો.

દરમ્યાન ત્યાં પહોચતા બંને શખ્સો હાજર હોય અને ફરીયાદીને તારા મિત્ર વિવેકને બોલાવ તેનુ કામ છે તેમ કહેતા ફરીયાદીએ બોલાવાની ના પાડતા ફરીયાદીને ઢીકાપાટુ, ઠોસા મારીને મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદી અજય પાસેથી રૂ ૭ હજાર બળજબરીથી કઢાવી લઇ એકબીજાને મદદગારી કરી હતી.

આ બનાવ અંગે અજયભાઇ દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં લાલવાડી આવાસમાં રહેતા સલીમ સુમરા, પ્રશાંત ઉર્ફે ટકો ડાંગર અને માસુમ માડકીયા આ ત્રણેયની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

-------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande