આમીરખાન કચ્છની લાગણીનું ચૂકવે છે ‘લગાન’? આજે ભુજ પાસેની શાળામાં ‘સિતારે જમીં પર' યુટ્યુબ લોન્ચિંગ
ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) જ્યાં લગાન ફિલ્મનું ફિલ્માંકન થયું છે અને ઓસ્કાર સુધી આ પીક્ચર પહોંચી છે તેના નાયક એવા આમીરખાન વધુ એક વખત કચ્છ આવી રહ્યા છે. તેઓ તેમન ‘સિતારે જમીં પર’ ફિલ્મના પ્રમોશન માટે આવશે. 1 ઓગસ્ટના ભુજ પહોંચ્યા બાદ 35 કિ.મી. દૂરના ક
સિતારે જમીં પરના પ્રમોશન માટે આમીરખાન આજે કચ્છમાં


ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) જ્યાં લગાન ફિલ્મનું ફિલ્માંકન થયું છે અને ઓસ્કાર સુધી આ પીક્ચર પહોંચી છે તેના નાયક એવા આમીરખાન વધુ એક વખત કચ્છ આવી રહ્યા છે. તેઓ તેમન ‘સિતારે જમીં પર’ ફિલ્મના પ્રમોશન માટે આવશે. 1 ઓગસ્ટના ભુજ પહોંચ્યા બાદ 35 કિ.મી. દૂરના કોટાય ગામની શાળામાં બાળકોની વચ્ચે પોતાની નવી ફિલ્મ ‘સિતારે જમીં પર'નું યુટ્યૂબ લોન્ચિંગ કરશે. ઉલ્લેખનિય છે કે, કચ્છના 2001ના વિનાશકારી ભૂકંપ બાદ પણ તેમણે કચ્છની મુલાકાત લીધી હતી. કારણ કે તેના એક વર્ષ પહેલાં જ લગાનનું શુટિંગ અહીં કરાયું હતું.

બે વર્ષ પહેલાં દુ:ખદ પ્રસંગે આવ્યા હતા

ખાને તેની રિલીઝ થયેલી ફિલ્મને યુટ્યૂબ મૂવીઝ-ઓન-ડિમાન્ડ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ભુજના કોટાય ગામની શાળામાંથી રિલીઝ કરાશે. આ સમયે ખુદ આમીરખાન ભુજના કોટાય ગામની શાળામાં હાજરી આપશે. બે વર્ષ પહેલા આમિર ખાન કચ્છના આ જ કોટાય ગામમાં આવ્યા હતા. ત્યારે તેઓ દુ:ખદ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. લગાન ફિલ્મના શુટિંગ સમયે સહયોગી રહેલા ધનાભાઈ ચાડના પુત્ર મહાવીર ચાડનું આકસ્મિક અવસાન થયું હતું. જેથી તેમના પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે આવ્યા હતા. હવે ફરીથી એ જ ગામમાં આવી રહ્યા છે.

આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં

'સિતારે જમીન પર' થિયેટરમાં બ્લોકબસ્ટર સફળતા મેળવ્યા બાદ હવે યુટ્યૂબના મૂવી-ઓન-ડિમાન્ડ સેક્શનમાં રજૂ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં, પરંતુ માત્ર યુટ્યૂબ પર જ ઉપલબ્ધ થશે. 'આ ફિલ્મ ભારતમાં 100 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે તે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર અને સ્પેન સહિત 38 દેશોમાં સ્થાનિક કિંમતે ઉપલબ્ધ થશે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande