ભાવનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) 'વન નેશન વન ઇલેકશન' અંતર્ગત ભાવનગર ગ્રામ્ય વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન સફળતાપૂર્વક યોજાયું
ભાવનગર શહેરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે 'વન નેશન વન ઇલેકશન'ની પરીકલ્પનાને સમર્પિત ભાવનગર ગ્રામ્ય વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિને વિસ્તૃત રીતે સમર્થન મળ્યું.
આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. અનિલભાઈ પટેલ તથા દિવ્યેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. તેમણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની કલ્પનાનું મહત્વ તથા તેના દુરગામી લાભો અંગે વિસ્તૃત માહિતી આપી. ભારતીય લોકશાહી પ્રણાળીને વધુ મજબૂત બનાવવા અને ચૂંટણી ખર્ચમાં ઘટાડો તથા વિકાસલક્ષી કામગીરીમાં સતતતા લાવવા માટે આ વિચારધારાની જરૂરિયાત હોવાનું વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું.
કાર્યક્રમમાં સ્થાનિક સંસદીય સભ્ય, ધારાસભ્ય, જિલ્લાની પંચાયતી રાજ સંસ્થાઓના હોદ્દેદારો, વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ વિચારશીલ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
સંમેલન દરમિયાન ‘વન નેશન વન ઇલેકશન’ વિષયક વિવિધ શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું અને લોકોએ ઉલ્લાસપૂર્વક પોતાનો સમર્થન વ્યક્ત કર્યો.
આજના પરિપ્રેક્ષ્યમાં દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવાનું મોડેલ માત્ર ખર્ચ બચાવતું નથી પણ વહીવટી સતતતા, નીતિગત સ્થિરતા અને લોકસંમર્પિત વિકાસ માટે આવશ્યક બની ગયું છે, એવું સંમેલનનો સારા પ્રતિસાદથી સાબિત થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai