મોડી રાત્રે વિધર્મિ દ્રારા મટન ના અવશેષો રસ્તા ઉપર નખાતા ઉગ્ર રોષ , આરોપી ને ઝડપી કડક સજા કરવા માંગ
ગામમા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું,હિન્દૂ ધર્મના પવિત્ર તહેવારો નિમિત્તે કતલખાના બંધ રાખવા લેવાયો નિર્ણય
પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર મા હિન્દૂ ધર્મ ની આસ્થા ને ઠેસ પહોંચાડવાનુ કૃત્ય કરનાર વિરૂદ્ધ અને શ્રાવણ માસમાં કાયદેસર અને ગેર કાયદેસર માંસ મટન ની દુકાનો બંધ રાખવા સમસ્ત હિન્દૂ ધર્મ ના જાગૃત નાગરિકો દ્રારા રેલી યોજી પ્રાંત ને લેખિત આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરી..
ઐતિહાસીક ધાર્મિક અને સ્વયંભૂ પાંચ મહાદેવો ની પવિત્ર નગરી એવા સિદ્ધપુર શહેરમા પવિત્ર શ્રાવણ માસના દિવસોમા બ્રહ્માડેશ્વર મહાદેવ , અરવડેશ્વર મહાદેવ તેમજ વાલકેશ્વર મહાદેવ મંદીર તરફ જવાના માર્ગે ગુરૂવારે રાત ના સમયે કોઈ વિધર્મિ અજાણ્યા વ્યક્તિ દ્રારા માંસ ના અવશેષો નાખતા શ્રાવણ માસમાં પવિત્ર જળ લેવા આવતા કાવડિયાઓ તેમજ હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ની લાગણી ને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતા સમસ્ત હિન્દૂ જાગૃત નાગરિકો દ્રારા શનિવારે સવારે ભારે રોષ સાથે ઝામ્પલી પોળ ખાતે થી બાઈક રેલી યોજી પાલિકા ચીફ ઓફિસર તેમજ મામલતદાર કચેરી પ્રાંત અધિકારી ને લેખિત આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.જોકે આ બાબતે શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ની લેખિત રજુઆત થકી પાલિકા દ્વારા ત્રણ દિવસ અગાઉ જ મટન ની દુકાનના માલિકો ને બંધ કરવા નોટીસ આપી દીધી હતી.
આવેદન પત્ર આપ્યા બાદ બપોરે પ્રાંત અધિકારી , પાલિકા ચીફ ઓફિસર , પી.આઈ જે બી આચાર્ય સહીત જાગૃત હિન્દૂ નાગરીકો ની મીટીંગ યોજાઈ હતી જેમા પવિત્ર શ્રાવણ માસના દિવસોમા તેમજ નગર પાલિકામા લગાવેલ તકતીમા ઉલ્લેખ કરાયેલ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારો ના દિવસે કતલખાનાં બંધ રાખવા ઠરાવ કરવામા આવેલ છે જેમા દિવાળી , કાર્તિક સુદ 15 , પ્રજાસત્તાક દિન , મહાશિવરાત્રી , રામ નવમી , મહાવીર જયંતી , આખત્રીજ , સ્વાતંત્ર દિન , ઋષિ પંચમી નો સમાવેશ કરાયો હતો જેનો અમલ કરવા અને ગેર કાયદેસર મટન ની દુકાનો હંમેશા માટે બંધ કરવા નિર્ણય લેવાયો હતો.તેમજ માંસ ના અવશેષો નાખનાર અજાણ્યા શખ્સને વહેલી તકે ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર