પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર રેલવે વિભાગ દ્રારા ઉદ્યોગનગરનુ ફાટક કોઇ જાણ કર્યા વિના એકાએક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજે શુક્રવારે સવારના સમયે ફાટક નજીક મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ફાટક ખોલોની ધુન બોલાવી હતી અને રેલવે સ્ટેશન ખાતે રજુઆત કરવા દોડી ગઇ હતી.પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક રેલવે વિભાગ દ્રારા બંધ કરવામાં આવ્યુ છે.આ રસ્તો બંધ થતા બાજુમાંથી અન્ય એક રસ્તો કાર્યરત કરવામાં આવ્યો છે તે બિસ્માર અને જોખમી છે. આ મુદે આજે રેલવે ફાટકની આસપાસની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઈ હતી અને ફાટક નજીક ફાટક ખોલોની ધુન બોલાવી હતી અને એવુ જણાવ્યુ હતુ કે ફાટક બંધ થવાના કારણે ખાસ કરીને મહિલાઓ,બાળકો અને વૃધ્ધોને મુશ્કેલી પડી રહી છે. રેલવે વિભાગ દ્રારા જે વૈકલ્પિક રસ્તો આપવામા આવ્યો છે.તે મહિલાઓ માટે સુરક્ષિત નથી આ મુદે મહિલાઓ રજુઆત કરવા માટે રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી અને પોતાની રજુઆત કરી હતી ઉદ્યોગનગરની ફાટક બંધ થતા અંદાજે દોઢા લોકો પ્રભાવિત થયા છે જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya