મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાયેલી 64મી સુબ્રતો મુખરજી રાજ્યકક્ષાની જુનિયર (અંડર-17) બહેનો ફૂટબોલ સ્પર્ધામાં કુલ 27 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન 26 જુલાઈથી 31 જુલાઈ 2025 સુધી Taluka Sports Complex, વડનગર ખાતે કરવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ, સ્પર્ધામાં પ્રથમ સ્થાન બનાસકાંઠા જિલ્લામાં, દ્વિતીય સ્થાન કચ્છ-ભૂજ અને તૃતીય સ્થાન હિંમતનગરની SAG એકેડમીએ પ્રાપ્ત કર્યું. વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ સહિત વિવિધ અધિકારીઓની ઉપસ્થિતમાં એનાયત કરાયા.
આ સ્પર્ધાનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને મહેસાણા જિલ્લા રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR