બોટાદ જિલ્લા દ્વારા વિશ્વસ્તનપાન દિવસ ની ઉજવણી કરવામાં આવી
બોટાદ, 1 ઓગસ્ટ (હિ.સ.)વિશ્વસ્તનપાન દિવસની ઉજવણી - બોટાદ જિલ્લા દ્વારા માતૃત્વનું સન્માન આજ રોજ 1 ઑગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવાતો વિશ્વસ્તનપાન દિવસ બોટાદ જિલ્લામાં પણ ભાવપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. માનનીય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા સાહેબન
બોટાદ જિલ્લા દ્વારા વિશ્વસ્તનપાન દિવસ ની ઉજવણી કરવામાં આવી


બોટાદ, 1 ઓગસ્ટ (હિ.સ.)વિશ્વસ્તનપાન દિવસની ઉજવણી - બોટાદ જિલ્લા દ્વારા માતૃત્વનું સન્માન આજ રોજ 1 ઑગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવાતો વિશ્વસ્તનપાન દિવસ બોટાદ જિલ્લામાં પણ ભાવપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. માનનીય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર વિશેષ કાર્યક્રમો યોજાયા.

દિવસની વિશિષ્ટ ઉજવણીમાં બોટાદ તાલુકાની આંગણવાડી કેન્દ્રની ધાત્રીમાતા લાભાર્થી સોનલબેન સાથે વિડિઓ કોલ મારફતે સંવાદ ગોષ્ઠી યોજાઈ હતી. આ ગોષ્ઠી દરમિયાન સોનલબેને પોતાનો અનુભવો જણાવતા જણાવ્યું કે સ્તનપાન બાળકના આરોગ્ય માટેના પહેલાના છ મહિના માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

અક્ષય બુડાનીયાએ માતૃત્વની ભૂમિકા, સ્તનપાનના આરોગ્યલાભો તેમજ તેના માનસિક-શારીરિક પ્રભાવ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે માતાનું દુધ બાળક માટે કૈંક વિટામિનોથી ભરપૂર તજગી માટેનું પ્રથમ આહાર છે, જે બાળકના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.

આ ઉપરાંત ICDS વિભાગના અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો અને વિવિધ માતાઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ અભિયાન, પોસ્ટર પ્રદર્શન, આરોગ્ય સમજણ કાર્યક્રમો અને પોષણ અંગે માહિતીસભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દ્વારા બોટાદ જિલ્લામાં માતા અને બાળ આરોગ્ય માટે સરકારની પ્રતિબદ્ધતા અને ગ્રામ્ય સ્તરે સશક્તિકરણના પ્રયત્નો સ્પષ્ટપણે જણાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande