સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- સારોલીમાં રાધા રમણ માર્કેટ-1માં સંસ્કાર ટેક્ષ પ્રિન્ટસ પ્રા.લી નામની કંપનીના સંચાલકને તેના જ બે ઍકાઉન્ટન્ટે રૂપિયા 56.86 લાખનો ચૂનો ચોપડ્યોહતો. આ બંને કર્મચારીઓએ તેમની કંપનીની પેઢીના નામે બોગસ પેઢી ઉભી કરી તેના નામે બેન્કમાં ખાતુ ખોલાવી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે વેપારીની ફરિયાદને આધારે બંને કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વરાછા રોડ, હેમકૂંજ બંગ્લોઝમાં રહેતાï શૈલેષભાઈ ધનજીભાઈ ગંગાણી (ઉ.વ. 45) સારોલીમાં રાધા રમણ માર્કેટ-1માં સંસ્કાર ટેક્ષ પ્રિન્ટસ પ્રા.લીના નામની કંપની ભાગીદારીમાં ચલાવી પોલીસ્ટર કાપડનો વેપાર ધંધો કરે છે. તેમની કંપનીમાં છેલ્લા 10 વર્ષથી કમિશન ઍજન્ટ અને સેલ્સ માર્કેટીંગ હેડ તેમજ ઍકાઉન્ટના પેમેન્ટના હેડ તરીકે નોકરી કરતા વિનીત અગ્રવાલે તેમની કંપનીમાં ઍકાઉટન્ટની જરૂરીયાત હોવાનુ કહી 11 ઍિલ 2023ના રોજ અનીલ જગતાપને નોકરી ઉપર રાખ્યો હતો.આ બંને જણા પેઢીનો હિસાબ કિસાબ તેમજ સપ્લાયર પાર્ટી્ોને પેમેન્ટ આપવાની પુરી યોજનાઅોનુ લીસ્ટ સાથે મળી કરતા હતા.ïશૈલેષભાઈની પેઢીઍ સને 2023 માં અોમ ટે કંપનીના વિવર્સïને પેમેન્ટ ચુકવવા માટે આ બંને જણા તેમની પાસેથી ચેકોમાં સહીઅો કરાવી હતી. જાકે 3 માર્ચ 2024ના રોજ શૈલેષભાઈને તેમના ઉપર શંકા જતા તપાસ કરી હતી જેમાં આ બંને જણાઍ પોતાની અોમ ટે નામની બનાવી બનાવટી ફર્મમાં ચેકો જમા કરાવતાï હતા. તેમજ સપ્લાયર્સના પેમેન્ટનું ઍક્ષસેલ સીટ બનાવી બેન્કના કોર્પોરેટ બેકિંગ પોર્ટલ પર અપલોડ કરતા હતા જેમાં સપ્લાયર્સ અને પાર્ટીઅોના સાચા અને ખોટા નામ લખી બેન્ક ડિટેલ્સમાં પોતાના ખાતાની વિગતો ભરતા હતા.શૈલેષઍ બંને જણાને બોલાવી પુછપરછ કરતા અનીલ જગતાપે કબુલાત કરી કે તેઓઍ પેઢીમાંથી એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં રૂપિયા 1,43,84,041ની રકમ ખોટી રીતે તેમની બોગસ ઓમ ટે પેઢીમાં ટ્રાન્સફર કરી ઉચાપત કરી છે. જાકે આ બંને જણા નાણાં ચુકવી આપવાની બાહેધરી આપી હતી અનેતેમાંથી 84,98,000 ચુકવ્યા હતા જયારે બાકીના રૂપિયા 58,86,041 નહી ચુકવી નોકરી છોડી જતા રહ્ના હતા. બનાવ અંગે સારોલી પોલીસે શૈલેષભાઈ ગંગાણીની ફરિયાદને આધારે અનિલ જગતાપ (રહે,મંગલદિપ સોસાયટી ,ડિંડોલી) અને વિનીતકુમાર અગ્રવાલ(રહે,પ્રમુખ આરણ્યા ગોડાદરા) સામે રૂપિયાï 58,86,041ની ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે