લોકમેળામાં ચકડોળના ભાવમાં ઘટાડો કરવા કોંગ્રેસની માંગ.
પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં મહાનગરપાલિકા દ્રારા જન્માષ્ટમીના લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વિવિધ રાઈડસના ભાવ નકિક કરવામાં આવ્યા છે બાળકો માટે રૂ.30 અને 18 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.50 ભાવ નકિક કરવામાં આવ્યો છે. આ મુદે આજે પોરબંદર જીલ્
લોકમેળામાં ચકડોળના ભાવમાં ઘટાડો કરવા કોંગ્રેસની માંગ.


લોકમેળામાં ચકડોળના ભાવમાં ઘટાડો કરવા કોંગ્રેસની માંગ.


લોકમેળામાં ચકડોળના ભાવમાં ઘટાડો કરવા કોંગ્રેસની માંગ.


પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં મહાનગરપાલિકા દ્રારા જન્માષ્ટમીના લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વિવિધ રાઈડસના ભાવ નકિક કરવામાં આવ્યા છે બાળકો માટે રૂ.30 અને 18 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.50 ભાવ નકિક કરવામાં આવ્યો છે. આ મુદે આજે પોરબંદર જીલ્લા કોગ્રેસ સમિતિ દ્રારા મનપાના કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રાઈડસના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરવામા આવી હતી, જેમાં રૂ. 10 અને 20 રાખવા રજુઆત કરી હતી.તેમજ રાઈડસના ફાઉડેશનની ચકાસણી માટે ગાંધીનગરથી ટીમ બોલાવાની માંગ કરી હતી. આનંદ મેળાનુ ગ્રાઉન્ડ નાનુ હોય આથી મર્યાદિત સંખ્યામાં રાઈડસની મંજુરી આપવાની માંગ કરી હતી એવા આક્ષેપો કર્યા છે હાથીવાળુ અને એશીયનીક ગ્રાઉન્ડ રાજકીય દબાણથી ગત વર્ષ કરતા ઓછા ભાવે આપવામાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ આ આવેદનના કાર્યક્મમાં જીલ્લા કોગ્રેસના પ્રમુખ રામભાઈ મારૂ, શહેર પ્રમુખ રાજવીર બાપોદરા અને કાન્તીભાઈ બુધેચા સહિતના આગેવાનો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande