ઉત્તરપ્રદેશના પરિચિત યુવકનું કારસ્તાન : બે સગા ભાઈઓ સામે ગુનો નોંધાયો
સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના ગોડાદરા વિસ્તારમાં સંબંધીના ઘરે રહેવા માટે આવેલી કિશોરીને તેના વતનનો યુવક લલચાવી ફોસલાવી મુંબઈ અને દિલ્હી ખાતે ભગાડી લઇ ગયો હતો. જોકે બાદમાં યુવકે તેના લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી તરછોડી દીધી હ
ઉત્તરપ્રદેશના પરિચિત યુવકનું કારસ્તાન : બે સગા ભાઈઓ સામે ગુનો નોંધાયો


સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના ગોડાદરા વિસ્તારમાં સંબંધીના ઘરે રહેવા માટે આવેલી કિશોરીને તેના વતનનો યુવક લલચાવી ફોસલાવી મુંબઈ અને દિલ્હી ખાતે ભગાડી લઇ ગયો હતો. જોકે બાદમાં યુવકે તેના લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ કિશોરીએ તેના માતા પિતાને સઘળી હકીકત જણાવ્યા બાદ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરિક સંબંધ બાંધનાર તથા કિશોરીના માતા-પિતાને એલફલ ગાળો આપનાર બંને સગા ભાઈઓ સામે બળાત્કારનો અને ધમકીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશની વતની 15 વર્ષની કિશોરી સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા તેના સંબંધીને ઘરે ત્રણ દિવસ માટે રહેવા માટે આવી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઝોનપુર જિલ્લાના બકસા ખાનાના પરશુરામપૂર ખાતે રહેતા રવિન્દ્ર પન્નાલાલ ગૌતમ પહેલેથી જ તેના સંપર્કમાં હતો. જેથી બંને વચ્ચે વાતચીત પણ થતી હતી.

કિશોરી સુરત આવી ત્યારે રવિન્દ્રએ પણ તેની પાછળ સુરત આવ્યો હતો અને ત્યારબાદ તેને લગ્ન કરવાની લાલચ આપી તારીખ 2/3/2025 ના રોજ સુરત થી ભગાડી મુંબઈ તથા દિલ્હી લઈ ગયો હતો. જ્યાં રવિન્દ્ર ગૌતમે અવારનવાર કિશોરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન કિશોરી ગર્ભવતી થઈ જતા રવિન્દ્રએ તેને એલફેલ ગાળો આપી તરછોડી દીધી હતી. બનાવને પગલે આખરે કિશોરીએ હકીકત તેના માતા-પિતાને જણાવતા તેઓ રવિન્દ્ર તથા તેના ભાઈ ધર્મેન્દ્રને ઓળખતા હોવાથી તેમની સાથે ફોન પર વાત કરી હતી. જોકે ધર્મેન્દ્ર એ પણ પોતાના ભાઈની કરતૂતને બચાવવા માટે કિશોરીના માતા-પિતાને એલ ફેલ ગાળો આપી ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર કિશોરીના પરિવારજનોએ ગોડાદરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે રવિન્દ્ર ગૌતમ અને તેના ભાઈ ધર્મેન્દ્ર ગૌતમ સામે બળાત્કારનો તથા ધાકધમકીનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande