વરાછાના મીનીબજારમાં હીરા વેપારી સાથે 6 કરોડની ઠગાઈ
સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- મીનીબજાર, ડાયમંડ વર્લ્ડની સામે, સહયોગ બિલ્ડિંગમાં આવેલ રેઈનબો જેમ્સ અને આઈઆરઆઈએસ ગ્રોન ડાયમંડ નામની હીરા પેઢીના સંચાલક પાસેથી બંગ્લોરની મહાલક્ષ્મી જવેર્લ્સના ભાગીદારોએ લેબ્રગોન પોલીશ્ડ ડાયમંડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 6 કરોડનું
વરાછાના મીનીબજારમાં હીરા વેપારી સાથે 6 કરોડની ઠગાઈ


સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- મીનીબજાર, ડાયમંડ વર્લ્ડની સામે, સહયોગ બિલ્ડિંગમાં આવેલ રેઈનબો જેમ્સ અને આઈઆરઆઈએસ ગ્રોન ડાયમંડ નામની હીરા પેઢીના સંચાલક પાસેથી બંગ્લોરની મહાલક્ષ્મી જવેર્લ્સના ભાગીદારોએ લેબ્રગોન પોલીશ્ડ ડાયમંડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 6 કરોડનું પેમેન્ટ નહી ચુકવી ઉઠામણું કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા, સુદામા ચોક, સૌરાષ્ટ્ર ટાઉનશીપ પાસે, સર્જન બંગ્લોઝમાં રહેતા 38 વર્ષીય કલ્પેશભાઈ કનુભાઈ મોણપરા મીની બજાર, ડાયમંડ વર્લ્ડની સામે, સહયોગ બિલ્ડિંગમાં રેઈનïબો જેમ્સ અને આઈઆરઆઈઍસ ગ્રોન ડાયમંડ નામે ભાગીદારી પેઢીમાં લેબગ્રોન પોલીશ્ડ હીરા મેન્યુફેક્ચરીંગ તથા વેચાણનું કામકાજ કરે છે. કલ્પેશભાઈનો સને 2023માં હીરા દલાલ તુષાર માંગુકીયા મારફતે કૈલાસ ભવન, પારસી શેરી, ભાગળ ખાતે ઓફિક ધરાવતા રાજીવ મહિડા(રહે, લીબર્ટી ઍપાર્ટમેન્ટ, ગોકુલમ ડેરી, ઘોડદોડ રોડ) સાથે પરિચય થયો હતો. રાજીવ મહિડાઍ 2023માં અલગ અલગ ત્રણ બીલથી 25,88,676નો હીરાનો માલ ખરીદ્યો હતો. જેનું પેમેન્ટ તેઓઍ સમયસર તેમની બેગ્લોર ખાતે આવેલી ભાગીદારી પેઢી મહાલક્ષ્મી જવેલ્સના ખાતામાંથી ચુકવી આપ્યા હતા. ત્યારબાદ રાજીવ મહિડાઍ તેમની બેîગ્લોર ખાતે આવેલ મહાલક્ષ્મી જવેલર્સ શો રૂમ માટે લેબગ્રોન ડાયમંડની જરૂર છે. આ પેઢીમાં ઓનપેપર પ્રોપ્રાઈટર તરીકે તેમના ભાગીદાર દિપીલ ઠાકરશી અણઘણ (રહે, માનંદી જવેલ્સ પ્લાઝા, ધર્મારથ સ્વામી મંદિર શેરી, બેîગ્લોર, કર્ણાટકા) છે. તેઓ બેગ્લોર ખાતેનો વહીવટ કરે છે અને અમારી પેઢીનુંં બેગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ તથા કોઈમ્બતુર ખાતે લેબ્રોગ્રોન ડાયમંડનું મોટું કામકાજ છે.

સુરત અને મુંબઈ ખાતેથી હીરાની ખરીદી કરતા આવ્યા છે.રાજીવ મહિડાઍ અગાઉ કરેલા વ્યવહારનું સમયસર પેમેન્ટ ચૂકવ્યું હોવાથી કલ્પેશભાઈ મોણપરાને તેમના ઉપર વિશ્વાસ રાખી વેપાર ધંધો કરવા તૈયાર થયા હતા. અને તેમના કહેવા મુજબ લેબગ્રોન પોલીશ્ડ ડાયમંડનો માલ બેîગ્લોર તેમના ભાગીદાર દિલીપ અણઘણનો મોકલ્યો હતો જે માલ તેમને પસંદ પડ્યા બાદ રાજીવ મહિડા અને દીલીપ અણઘણને તેમની પાસેથી રેઈનબો જેમ્સમાંથી 19 જુલાઈ 2023 થી 2 અોક્ટોબર 2023 સુધીમાં અલગ અલગ કેરેટના રૂપિયા 3,53,54,240નો લેબગ્રોન પોલીશ્ડ ડાયમંડનો માલ ખરીદ્યો હતો જેમાંથી 56,38,987 ચુકવ્યા હતા જયારે રૂપિયા 3,23,03,929 લેવાના બાકી હતા આ દરમિયાન 6 જૂન 2023 થી 7 ફેબ્રુઆરી 2024 સુધીમાં આઈઆરઆઈઍસ ગ્રોન ડાયમંડમાંથી 2,83,05,452નો માલ ખરીદ્યો હતો. જેમાંથી 5 લાક ચુકવ્યા હતા જયારે બાકીના રૂપિયા 2,78,05452 બાકી હતા આમ મહાલક્ષ્મી જવેલર્સના રાજીવ મહિડા અને દીલીપ અણઘણ પાસેથી કુલ રૂપિયા 6,01,09,381 લેવાના નિકળતા હતા જે પૈસાની અવાર નવાર માંગણી કરવા છતાંયે નહી આપી ઓફિસ અને મોબાઈલ નંબર કરી રફુચક્કર થઈ ગયાહતા.ક્રાઈમ બ્રાન્ચે કલ્પેશભાઈ મોણપરાની ફરિયાદને આધારે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande