ઇડીએ અનિલ અંબાણીને સમન્સ મોકલ્યા, 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા
નવી દિલ્હી 01 ઓગસ્ટ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને એમડી અનિલ અંબાણીને 17 હજાર કરોડ રૂપિયાના લોન છેતરપિંડી સંબંધિત, મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ તેમને 5 ઓગસ્ટ
અનીલ


નવી દિલ્હી 01 ઓગસ્ટ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રિલાયન્સ

ગ્રુપના ચેરમેન અને એમડી અનિલ અંબાણીને 17 હજાર કરોડ રૂપિયાના લોન છેતરપિંડી સંબંધિત, મની લોન્ડરિંગ

કેસમાં સમન્સ જારી કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ તેમને 5 ઓગસ્ટે પૂછપરછ

માટે બોલાવ્યા છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ અનિલ અંબાણીને મોકલેલા સમન્સમાં નવી

દિલ્હી સ્થિત ઇડી મુખ્યાલયમાં હાજર

રહેવા કહ્યું છે.કારણ કે, અહીં કેસ નોંધવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ

શુક્રવારે જણાવ્યું હતું કે,” તેમનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) હેઠળ નોંધવામાં

આવશે.”

ગયા અઠવાડિયે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તેમના વ્યવસાયિક

જૂથની અનેક કંપનીઓ અને અધિકારીઓ પર દરોડા પાડવામાં આવ્યા બાદ અનિલ અંબાણીને આ

સમન્સ જારી કરવામાં આવ્યું છે. 24 જુલાઈથી શરૂ થયેલા ઇડીના દરોડા

મુંબઈમાં 35 થી વધુ સ્થળોએ

ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યા,

જેમાં 50 કંપનીઓ અને અનિલ

અંબાણી જૂથની કંપનીઓના અનેક અધિકારીઓ સહિત, 25 લોકો સામેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande