નાગપુર, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે, નાગપુરમાં એક મોટો આરોપ
લગાવતા કહ્યું કે,” કોંગ્રેસે, વોટ બેંકના રાજકારણ હેઠળ 'ભગવા આતંકવાદ'નું કાવતરું
રચ્યું છે.” તેમણે કહ્યું કે,” આ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને અન્ય હિન્દુ
સંગઠનોને ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
મુખ્યમંત્રી ફડણવીસે આજે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં
મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,” વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પછી, કોંગ્રેસ સરકારે,
એક સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે 'ભગવા આતંકવાદ' શબ્દ બનાવ્યો હતો. તે સમયે, સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક આતંકવાદની ચર્ચા થઈ
રહી હતી. આ પૃષ્ઠભૂમિમાં,
કોંગ્રેસે એક
ચોક્કસ વોટ બેંકને ધ્યાનમાં રાખીને હિન્દુ આતંકવાદનું ખોટું વર્ણન બનાવ્યું.”
તેમણે આરોપ લગાવ્યો કે,” આ માટે એક ખોટો સિદ્ધાંત બનાવવામાં
આવ્યો હતો અને ઘણા લોકોની ખોટી રીતે, ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કાવતરું આરએસએસના
કાર્યકરોને નિશાન બનાવવા માટે રચવામાં આવ્યું હતું. જોકે, સરકાર, તમામ
પ્રયાસો છતાં કોઈ નક્કર પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી.”
મુખ્યમંત્રીએ કહ્યું, હવે ધીમે ધીમે સત્ય બહાર આવી રહ્યું છે. આવનારા
સમયમાં વધુ ગંભીર તથ્યો બહાર આવશે. તે સમયની કોંગ્રેસ સરકારે પોલીસ અધિકારીઓ પર
દબાણ લાવીને, કાર્યવાહી કરવા માટે અલિખિત સૂચનાઓ આપી હતી, જ્યારે ઘણા
અધિકારીઓએ, આ દબાણનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે,” વિવિધ આતંકવાદી
ઘટનાઓ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.જેના કારણે
વિશ્વમાં ઇસ્લામિક આતંકવાદનું નામકરણ થયું. પરંતુ આનો અર્થ એ નહોતો કે, સમગ્ર
મુસ્લિમ સમુદાયને આતંકવાદી તરીકે ઓળખવામાં આવે. તેનાથી વિપરીત, કોંગ્રેસ અને
યુપીએ સરકારે સમગ્ર હિન્દુ સમાજને, બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું.”
તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ પર પણ નિશાન
સાધ્યું. તેમણે પ્રશ્ન કર્યો, જ્યારે તેમના નેતૃત્વ હેઠળની સરકારે 'ભગવા આતંકવાદ' શબ્દ બનાવ્યો, ત્યારે શું,
તેમને છત્રપતિ શિવાજી મહારાજનો ભગવો ધ્વજ યાદ નહોતો?
રાજકીય વિકાસ પર-
રાજ્યમાં તાજેતરના રાજકીય ઉથલપાથલ પર, મુખ્યમંત્રીએ
કહ્યું કે,” કોકાટે પ્રકરણ પછી જનતામાં અસંતોષ હતો. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર
અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે આ મુદ્દા પર ચર્ચા કર્યા પછી, કોકાટેના
વિભાગમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
તેમણે સ્પષ્ટતા કરી કે,” હાલમાં મંત્રીમંડળમાં અન્ય કોઈ
ફેરફારની શક્યતા નથી. અમે જનતાની સેવા કરવા આવ્યા છીએ. મંત્રીમંડળમાં શિસ્ત
જરૂરી છે. જો કોઈ મંત્રી યોગ્ય વર્તન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં
આવશે. મુખ્યમંત્રીએ
આટલો કડક સંદેશ પણ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ