ભાવનગરમાં, વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુરત કરાયું
ભાવનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર પશ્ચિમમાં વિકાસના નવનિર્માણની દિશામાં મજબૂત પગલુંભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના વિકાસ માટે નવા યોગદાનરૂપ જાહેર કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા, જેમાં વિધાનસભ્ય જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ પ્રકલ્પોન
ભાવનગરમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુરત કરાયું


ભાવનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર પશ્ચિમમાં વિકાસના નવનિર્માણની દિશામાં મજબૂત પગલુંભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના વિકાસ માટે નવા યોગદાનરૂપ જાહેર કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા, જેમાં વિધાનસભ્ય જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી. વડવા-બી વોર્ડ વિસ્તારમાં અંદાજે રૂ. 1.30 કરોડના ખર્ચે બનાવાનાર આર.સી.સી. રોડના ખાતમુહૂર્ત સાથે જ શાસ્ત્રીનગર, નિર્મળનગર, માસ્ટર મિલ સોસાયટી અને માઢીયા રોડ, કુંભારવાડા વિસ્તારમાં અંદાજે રૂ. 80 લાખના ખર્ચે પીવાના પાણીની નવી લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે શહેરના મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપના મંત્રી કમલેશભાઈ ઉલવા, સ્થાનિક નગરસેવકો, વોર્ડ પ્રમુખ લક્ષ્મણભાઈ જમોડ, તેમજ સંગઠનના અનેક હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો તથા વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

વિસ્તારના નાગરિકો માટે ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન આર.સી.સી. રોડની સુવિધા ખૂબ જ ઉપયોગી બની રહેશે. સાથે જ, પાણીની લાઇન બદલાવાથી નાગરિકોને વધુ સારી અને સતત પીવાના પાણીની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. આ વિકાસલક્ષી કામગીરીથી વિસ્તારમાં જીવનશૈલી સુધરશે અને જનહિત માટે સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓની અસરકારકતા સાબિત થશે.

આવા કાર્યોથી, ભાવનગર પશ્ચિમ વિસ્તાર નિતાંત વિકાસની નવી દિશામાં આગળ વધતો જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande