ખાંડ સાથે દુશ્મનાવટ કરો અને વજન ઉતારો મેદસ્વિતા માટે જવાબદાર છે ખાંડ, વધી શકે છે મુશ્કેલી
ગીર સોમનાથ, 1 ઓગસ્ટ (હિ.સ.) આધુનિક જીવનશૈલીમાં વધુ સગવડતાઓ, બેઠાડું જીવન અને ભોજનની અયોગ્ય આદતોના કારણે શારીરિક તકલીફો વધી છે. મેદસ્વિતા પણ આધુનિક જીવનશૈલીમાંથી ઉત્પન્ન થયેલી આવી જ એક વિકટ સમસ્યા છે. ખાંડ એ મેદસ્વિતાનો પાક્કો દોસ્ત છે. ખાંડ સાથે દુશ્
ખાંડ સાથે દુશ્મનાવટ કરો અને વજન ઉતારો મેદસ્વિતા માટે જવાબદાર છે ખાંડ, વધી શકે છે મુશ્કેલી


ગીર સોમનાથ, 1 ઓગસ્ટ (હિ.સ.) આધુનિક જીવનશૈલીમાં વધુ સગવડતાઓ, બેઠાડું જીવન અને ભોજનની અયોગ્ય આદતોના કારણે શારીરિક તકલીફો વધી છે. મેદસ્વિતા પણ આધુનિક જીવનશૈલીમાંથી ઉત્પન્ન થયેલી આવી જ એક વિકટ સમસ્યા છે. ખાંડ એ મેદસ્વિતાનો પાક્કો દોસ્ત છે. ખાંડ સાથે દુશ્મનાવટ કરવાથી વજન સૌથી ઝડપથી ઉતારી શકાય છે. આ માટે વધુ પડતી ગળી ચીજવસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે.

પેકેજિંગ ફૂડ, કોલ્ડડ્રિંક્સ સહિતના અનેક ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા મળે છે. ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી બનાવવામાં આવે છે. ખાંડમાં ગ્લુકોઝ, સુક્ટોઝ અને ફૂક્ટોઝની માત્રા હોય છે. જેનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.

જો ભોજનમાં ખાંડને વધારે માત્રામાં સમવિષ્ટ કરવામાં આવે તો, ડાયાબીટીસ, હૃદયરોગ અને હોર્મોનલ અસંતુલન જેવા આરોગ્યલક્ષી મુશ્કેલી ઉભી થઈ શકે છે. જેથી ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ભોજનમાં વધુ પડતા ખાંડના ઉપયોગના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. જે મેદસ્વિતા માટે કારણભૂત બને છે. ખાંડના વધુ પડતા સેવનથી ચરબીમાં વધારો થાય છે. આ માટે જો અંગ્રેજીમાં એક શબ્દ છે ‘સ્વીટ ટૂથ’ જે વધુ પડતું મીઠું ખાનાર માટે વાપરવામાં આવે છે. જો તમે પણ ‘સ્વીટ ટૂથ’ની કેટેગરીમાં આવતાં હોવ તો ચેતી જજો.

આજના યુગમાં એક ઘટક તરીકે ખાંડ પ્રત્યેક ખોરાકમાં જોવા મળે છે. જેથી જો મેદસ્વિતામાં ઘટાડો કરવો હોય તો મનને મક્કમ કરો અને વધુ ખાંડવાળી મીઠી ચીજવસ્તુઓ આરોગવાથી દૂર રહેવું જ હિતાવહ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande