, ગીર સોમનાથ, 1 ઓગસ્ટ (હિ.સ.) ''સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ''ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' યોજવાનું સૂચન કર્યું છે.
જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાનો ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' તાલુકા કક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાશે.
જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. જેમાં લાયઝન અધિકારીતેમજ મામલતદારશ્રી સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારશ્રીઓને સાંભળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ