સોમનાથ શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા. જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુર રંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે. પણ આજે વિશેષ શૃંગારમાં પીળા
સોમનાથ  શ્રાવણ શુક્લ સપ્તમીએ


સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા. જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુર રંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે.

પણ આજે વિશેષ શૃંગારમાં પીળા પુષ્પો જ કેમ? કારણ કે પીળો રંગ પ્રકાશનું પ્રતિક છે. પીળો રંગ એ સૂર્યનો, જ્ઞાનનો, વિવેકનો અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રતિક છે. શિવ ભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ એ દિવ્ય પ્રકાશનું સંકેત છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જાય છે.

કેહવાય છે કે, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાદેવને પુષ્પ અર્પિત કરે છે, તે મહાદેવ માટે કિંમતી રત્નોથી પણ ઊંચો ગણાય છે અને તેને અનેક રત્નોના દાન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

પીળા પુષ્પોથી શિવની પૂજા કરવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે. આ અદ્ભુત શૃંગારથી સોમનાથજીનું ગર્ભગૃહ જાણે સૂર્યપ્રભા સમાન પ્રકાશમય બની ઊઠ્યું હતું.

સોમનાથ મહાદેવના આ અનન્ય શૃંગારથી આપણને એ સંદેશ મળે છે કે શિવ માત્ર સંહાર ના પ્રતિક નથી, પરંતુ તેઓ સૃષ્ટિ, જીવન અને ચેતનાના આધાર છે. મહાદેવ અર્પણમાં ભાવનાને મહત્વ આપે છે અને જ્યારે ભાવના શુદ્ધ હોય, ત્યારે એક પીળું પુષ્પ પણ સમગ્ર બ્રહ્માંડ જેટલું મૂલ્યવાન બની મહાદેવને પ્રસન્ન કરી શકે છે.

ચાલો, આપણે પણ આપણા જીવનને આ પીતવર્ણની જેમ સરળ, ઉજ્વળ અને ઈશ્વરમય બનાવીએ।

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande