ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ખાતે રેડ ક્રોસ ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ રાજય શાખાના નિયમો મુજબ રેડ ક્રોસ - ગીર સોમનાથના ચેરમેન અતુલ કાનાબારના માર્ગદર્શન હેઠળ ટૂંક સમયમાં શરૂ થનાર હોય જે માટેના ફોર્મ ભરવા અપીલ કરવામાં આવે છે. એસ.ટી કન્ડક્ટર, ડ્રાઈવર સહિત ઇન્ડસ્ટ્રીઝ ની નોકરીઓમાં, એપ્રેન્ટિસ્ટશીપમા ઉમેદવારી નોંધાવવા માટે ફર્સ્ટ એઇડની ટ્રેનિંગ ખાસ જરૂરી હોય છે જે માટે ઉમેદવારોએ જોડાવાની ઇચ્છા હોય તેઓ રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન, ગીતા નગર - ૧, આવાસ યોજના પાસેના ખાતે ફોર્મ ભરવા બપોરે ૩ થી ૬ સુધીમાં આવવાનું રહેશે. ફોર્મ ભરવા માટે *ફોટો સાઇઝ 2.5 cm X 3 cm- ૨ (બે), ધોરણ ૧૦ - ૧૨ ની માર્કશીટ ઓરીજનલ અને બે ઝેરોક્ષ નકલ, આધાર કાર્ડ ઓરીજનલ અને ઝેરોક્ષ નકલ જોડવાના રહેશે. ઓરીજનલ પરત કરવામાં આવશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ