ગીર સોમનાથ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા બિનઅધિકૃત રીતે વહન કરતાં ત્રણ વાહન ઝડપાયા
ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા બિનઅધિકૃત રીતે વહન કરતાં ત્રણ વાહન ઝડપાયા હતા. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી ક
કચેરીની ટીમ દ્વારા


ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા બિનઅધિકૃત રીતે વહન કરતાં ત્રણ વાહન ઝડપાયા હતા. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ 03 વાહનને બિનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર વહન સબબ અટકાયત કરવામાં આવ્યાં હતાં. જે પૈકી 1 કેસમાં કુલ રૂ. 0.61 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ અન્ય 2 કેસોમાં નિયમો અનુસાર દંડકીય રકમ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande