હિરલબા જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા.
પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ ચાર કરોડ રૂપિયા વસુલવાના ગુન્હામાં, એક દિવસના રીમાન્ડ બાદ હિરલબા જાડેજાને જેલહવાલે કરવાનો હુકમ થતા, પુનઃ જુનાગઢ જેલ ખાતે લઇ જવાયા છે.પોરબંદરમાં 18 બોટના માલિક એવા ખારવા આગેવાને ધંધાની
હિરલબા જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા.


પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ ચાર કરોડ રૂપિયા વસુલવાના ગુન્હામાં, એક દિવસના રીમાન્ડ બાદ હિરલબા જાડેજાને જેલહવાલે કરવાનો હુકમ થતા, પુનઃ જુનાગઢ જેલ ખાતે લઇ જવાયા છે.પોરબંદરમાં 18 બોટના માલિક એવા ખારવા આગેવાને ધંધાની વૃધ્ધિ માટે અને મચ્છીની ફેકટરી શરૂ કરવા વર્ષ 2012 માં ભુરા મુંજા જાડેજા પાસેથી 75 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેમાં વર્ષ 2016 માં ભુરામુંજાનું અવસાન થયા બાદ હિરલબાએ ચાર કરોડ રૂપિયા જેવી રકમ વસુલી હતી અને ધાકધમકી આપવામાં આવતી હતી. તે ઉપરાંત એક દિવસ રકમ ચુકવવામાં મોડુ થાય તો દસ ટકા પેનલ્ટી વસુલાતી હતી.અંતે તેમની સામે ગુન્હો દાખલ થયા બાદ પોરબંદરની કમલાબાગ પોલીસે જૂનાગઢની જેલમાંથી હિરલબાનો કબ્જો લીધો હતો અને એક દિવસના રીમાન્ડ ઉપર લીધા હતા અને આ રીમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરી દેવાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande